SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪) છોકરવાદમાં જે વખત ગયો તે કરોડો રૂપિયા આવે પણ પાછો આવતો નથી, માટે સમય છે તે જ ખરી સંપત્તિ છે. Time is more than money. એ સૂત્ર સ્મૃતિમાં વારંવાર આણી, ધન કરતાં આ અમૂલ્ય અવસર વધારે કીમતી ગણી, તેનો કોઈ જ્ઞાનીની આજ્ઞા અનુસાર ઉપયોગ થાય તેવી કાળજી, પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૩૭૩, આંક ૩૭૯) દિવસે સૂર્ય પશ્ચિમ દિશામાં આગળ વધ્યો ત્યાં આથમતાં કેટલી વાર? જોતજોતામાં સાંજ પડી જાય છે. તેમ હવે કાઢયાં તેટલાં વર્ષ ક્યાં કાઢવાં છે? “ધર્મના કામમાં ઢીલ કર્તવ્ય નથી.” એ કહેવત જાગૃતિ આપે તેવી છે, પણ વિચાર તે ઉપર થયા કરે તો જ. પોતાની સાથે શું આવે તેમ છે? તેનો વિચાર કરી તેનો સંચય કરતા રહેવાની કાળજી કર્તવ્ય છે. આમાં કોઇની સિફારસ ચાલતી નથી. કરશે તેના બાપનું. (બો-૩, પૃ.૬૧૭, આંક ૭૧૫) D શું કરવા જીવ, આ ભવમાં આવ્યો છે? અને શું કરે છે? તે પ્રશ્નો રોજ સાંજે, એકાંતમાં વિચારાય તો સાચું પ્રતિક્રમણ થાય એમ છેજી. ભૂલ જણાય તો જીવ પાછો હઠે; અને માથે મરણ ઝઝૂમી રહ્યું છે, માટે ધર્મકાર્યમાં ઢીલ કરવા યોગ્ય નથી. (બી-૩, પૃ.૭૬૯, આંક ૯૭૮) કર્મના ઉદય વખતે કેવા ભાવ શ્રેયસ્કર છે? કેવા પરિણામ રાતદિવસ રહ્યા કરે છે? અને તેનું કેવું ફળ આવવા યોગ્ય છે? એ વિચાર મુમુક્ષુજીવે વારંવાર કર્તવ્ય છેજી. જો દોષો દેખાશે, તે ખૂંચશે, તો જીવ જ્ઞાનીએ દવારૂપ સત્સાધન આપ્યું છે તેને સંભારીને તુર્ત ઉપાય કરશે; પણ જેમ ખોરાક વિના દુઃખ લાગે છે, ધન વિના દુઃખ લાગે છે કે કોઈ અણગમતું કહી બેસે તો દુઃખ લાગે છે તેવું દુ:ખ – ધર્મ નહીં આરાધીએ તો, નથી ગમતું એવા દુઃખથી અનંતગણું દુઃખ આવી પડશે એવાં કર્મ બંધાશે તેનું - લાગતું નથી. તેથી ધર્મકાર્યમાં પ્રમાદ થાય છે; તે નહીં કરીએ તો આજે ચાલશે એમ કંઈ અંશે રહેતું હોવાથી, અવશ્ય કરવા યોગ્ય ધર્મકાર્ય કોઈ દિવસે ભુલાઈ પણ જાય છે. મૂંઝવણભર્યા પ્રસંગે વધારે સાંભરવું જોઈએ એવું જે જ્ઞાનીનું કહેલું, તેનું માહાસ્ય જોઇએ તેટલું નહીં હોવાથી, વીસરાઈ જાય છે; નહીં તો મુશ્કેલીના પ્રસંગે ખરો આધાર તો જ્ઞાનીનાં વચન, તેનું પ્રબળભાવે રહેલું શરણ છેજી. (બી-૩, પૃ.૪૬૫, આંક ૪૯0) કોઇના દોષો તરફ નહીં જોતાં, પોતાના દોષો જોઇ, પોતાના દોષો ટાળવા સૌ પ્રયત્ન કરતાં રહેશો અને પોતાને માટે “અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય'' એમ જોતા રહેશોજી. મોટા હોય તેમને માન આપી, તેમને મળતા રહી, તેમના ગુણો તરફ લક્ષ રાખશો તો ધર્મ પામવાનું કારણ બનશેજી. (બી-૩, પૃ.૨૧૯, આંક ૨૧૬) સ્ક્રય વૈરાગ્યવાળું, સદ્ગુરુ પ્રત્યે ભક્તિભાવવાળું અને કોઈનું ભૂંડું ન ઇચ્છે તેવું બનાવવાથી, ધર્મમાં અણધારી મદદ મળતી રહે છે. (બો-૩, પૃ.૧૩૧, આંક ૧૩) T સારું કામ કરવું હોય તેને અનુકૂળ યુવાવય છે. હવે સારામાં સારું શું છે ? તેનો વિચાર કરે તો આત્મપ્રાપ્તિરૂપ ધર્મ જ સારરૂપ નીકળે છે. એને માટે યુવાવય ઘણી અનુકૂળ છે. બાળવયમાં સમજણ ઓછી હોય છે અને વૃદ્ધાવસ્થામાં કશું થાય જ નહીં. માટે યુવાવયમાં જ ધર્મ-આરાધન કરી લેવું. મરણ ક્યારે આવશે, તે આપણે જાણી શકતા નથી. ઘડપણ દેખી શકાશે, એવો નિશ્રય નથી. માટે ત્વરાથી અનુકૂળતામાં કામ કરી લેવું.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy