SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૭) સ્થિર રહેતી હોય છે, તેની અપેક્ષાએ અસંખ્યાત ભેદ ચારિત્રના થાય છે. તે ચઢતા-ઊતરતા ક્રમને તારતમ્યતા કહે છે. તર + મ = હોય તેથી ચઢિયાતું થવું, તેથી પણ ચઢિયાતું ઉત્કૃષ્ટ થતાં સુધી થયા કરવું તે તારતમ્ય. (બો-૩, પૃ.૩૧૫, આંક ૩૦૪) ધર્મ 3 આત્માનો સ્વભાવ જ ધર્મ છે. તે ક્યાંય બહાર નથી. નથી દેરાસરમાં, નથી શાસ્ત્રમાં. નથી કોઈ ગુરુ પાસેથી મળતો કે નથી કોઈ ક્રિયાકાંડમાં. ધર્મ તો પ્રત્યેક આત્મામાં જ છે. ભેદદ્રષ્ટિથી જોઈએ તો સમ્યક્દર્શન, સમ્યફજ્ઞાન કે સમ્યફચારિત્ર કહેવાય, પરંતુ અમેદવૃષ્ટિથી તો માત્ર આત્માનુભવરૂપ કે જ્ઞાનચેતના માત્ર છે. ચેત્યાલયનો સંબંધ, ભક્તિ, શાસ્ત્રવાંચન, તીર્થયાત્રા કરવી, ગુરુની સંગતિ, શ્રાવક કે મુનિની ક્રિયારૂપ વ્યવહારધર્મ એ સર્વ માત્ર મનની પ્રપંચ જાળથી બચવાના નિમિત્ત છે. તેથી તે સંયોગો હિતકારી છે; પરંતુ જે કોઈ મુમુક્ષુ એ બધાં સાધનોને મૂળ ધર્મ માની લે અને શુદ્ધ આત્મતત્ત્વને ન ઓળખે તો મોક્ષમાર્ગ તે મુમુક્ષુને હાથ લાગે નહીં. માટે જણાવવાની જરૂર છે કે મૂળ ધર્મ તો આત્માનો સ્વભાવ છે. જન્મજરામરણરૂપી રોગ ટાળવાની અને કર્મમળ ધોવાની આ એક અદ્ભુત ગુણકારી દવા છે. તેની પ્રાપ્તિ સદ્દગુરુ વૈદ્ય દ્વારા થાય અને તેની આજ્ઞા પ્રમાણે તેનું સેવન થાય તો જીવ સદા સુખી રહે. કહ્યું છે કે “સમ્યફષ્ટિ સર્વત્ર સદા સુખી અને મિથ્યાવૃષ્ટિ સર્વત્ર સદા દુઃખી છે.' આટલા કાળ સુધી જેની કાળજી નથી લેવાઈ, તેની કાળજી હવે જાગ્રત થઈ લેવા યોગ્ય છે. (બો-૩, પૃ.૮૮, આંક ૭૭). | ધર્મ તો વસ્તુ-સ્વભાવ એટલે આત્મસ્વભાવ છે, તે જ્ઞાનીએ જાણ્યો છે, તે આપણે જાણવો છે. આ કાળમાં જાણી શકાય તેમ છે. માટે જેણે જાણ્યો છે તે પરમકૃપાળુદેવનાં વચનામૃત અનુસાર, તે જાણવા આપણે એકત્ર થઈએ છીએ, ભક્તિ કરીએ છીએ, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ આદિ ભાવના ભાવી બનતા સઆચાર, દાન, શીલ, તપ વડે આત્મભાવ અર્થે પુરુષાર્થ કરીએ છીએ, આટલો લક્ષ રાખી, પરમકૃપાળુદેવને શરણે પ્રમાદ તજી, પુરુષાર્થ કરીશું તો આપણને જરૂર સફળતા મળશે. આ મૂળ લક્ષમાં વિઘ્નકર્તા ભાવો દૂર કરવા પણ પ્રયત્ન કર્તવ્ય છે. લોકલાજ, દુરાચાર, સાત વ્યસન, નિંદા, કુસંપ, ઇર્ષા આદિ દોષો તજવા ઉપરાંત, અમુકને જ્ઞાની માની લેવાની ઉતાવળિયા વૃત્તિ પણ, જીવને અવળે માર્ગે ચઢાવી, મૂળમાર્ગથી દૂર રાખે છે. (બી-૩, પૃ.૧૧૭, આંક ૧૧૨) | જેનાં ભાગ્ય હોય, તેને સારી વસ્તુ સૂઝે. સરળ જીવ હોય, કુળધર્મનો આગ્રહ ન હોય, તેને સારી વસ્તુ ગમે છે. ધર્મમાં પણ “મારો ધર્મ' એમ થઈ જાય છે; પણ જેથી કલ્યાણ થાય, તે ધર્મ છે. (બો-૧, પૃ.૧૭૮, આંક પર) 1 પરિણતિ સુધારવી એ જ ધર્મ છે. (બો-૧, પૃ.૨૮૦, આંક ૧૯) | ધર્મ-ધર્મ જગતમાં સૌ કહે છે પણ ધર્મનો મર્મ જાણનાર જગતમાં દુર્લભ છે. માટે જીવનું હિત કરવાની જેની ભાવના છે, તેણે બને તેટલો સત્સંગ કરી ધર્મનું સ્વરૂપ સાંભળવું, વિચારવું, પૂછવું અને તેને માટે ખોટી થઈ નિર્ણય આ ભવમાં કરી લેવો ઘટે છે. (બી-૩, પૃ.૫૨, આંક ૭૭૦)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy