SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) છૂટતો નથી અને આત્મશ્રદ્ધા થતી નથી, તેનું શું કારણ? તો કહે છે કે ““એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે' જેને આત્મજ્ઞાન પ્રગટ છે તેવા સદૂગુરુથી જો જાણે, તો આત્મશ્રદ્ધા થાય. કોઇ કહે કે જ્ઞાની પાસેથી પણ ઘણી વાર એમ સાંભળ્યું, પણ કેમ ચોંટતું નથી ? કેમ ભેદજ્ઞાન થતું નથી ? તેના ઉત્તરમાં યમનિયમ'માં કહ્યું છે : પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્દગુરુચર્ન સુપ્રેમ બસેં. તનસે, મનસું, ધનસું, સબસે, ગુરુદેવની આન (આજ્ઞા) સ્વઆત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપનો ................................. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુર બસેં.'' આટલી યોગ્યતા એટલે સદ્ગુરુ પ્રત્યે, સદ્ગુરુનાં વચન પ્રત્યે, તે વચનના આશય પ્રત્યે પ્રેમ, પ્રતીતિ થાય તો તે દ્ધયમાં ઊંડું ઊતરે, નહીં તો આ કાને સાંભળી પેલે કાને કાઢી નાખે તેવું થાય છેજી. (બો-૩, પૃ. ૨૦૩, આંક ૨૦૩) સમ્યફચારિત્ર ‘રાગ, દ્વેષ, મોહ (અજ્ઞાન) મટે તેવું આચરણ, એ જ સમ્યફચારિત્ર છે.” (મોક્ષમાર્ગપ્રકાશક, સાતમો અધિકાર) (બી-૩, પૃ.૭૬૮, આંક ૯૭૬) D “પંથ પરમપદ બોધ્યો” એ પદમાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે પાંચ ઇન્દ્રિયોના વિષય તથા હિંસાનો ત્યાગ કરી રાગ-દ્વેષ તજે; તથા સમ્યક્દર્શન હોય તો તેને શુદ્ધ ચારિત્ર કે સમાધિનો સદુપાય કહ્યો છે; અથવા “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર ‘સમાધિ' કહે છે.” (૫૬૮). “મૂળમાર્ગમાં પણ કહ્યું છે કે આત્માની પ્રતીતિ આવી, સર્વથી ભિન્ન અસંગસ્વરૂપ જાણ્યું તેવો સ્થિર સ્વભાવ પ્રગટવો, તે શુદ્ધ વષવ્યવહારથી ભિન્ન (અલિંગ) ચારિત્ર જાણવું. તે જ સમાધિ છે. (બો-૩, પૃ.૨૧૪, આંક ૨૧૧) T સાધુપણાના સદાચારો, તે વ્યવહારથી સમ્યફચારિત્ર એટલે સદાચાર છે; અને સમ્યક્દર્શન અને સમ્યકજ્ઞાનથી યથાર્થ જાણેલા અને માનેલા આત્મામાં સ્થિરતા થવી, તેને (નિશ્રયથી) સમ્યારિત્ર કહે છે. મોક્ષમાળામાં તત્ત્વાવબોધ પાઠ ૮૨થી ૯૮ વાંચવાથી ઉપર લખેલું સમજાશેજી. (બી-, પૃ.૪૮, આંક ૭૬૭) દર્શનમોહનીય ગયા પછી ચારિત્રમોહનીય રહે, પણ તે ઢીલું પડી જાય છે. ચારિત્રમોહના ઉદયે રાગ-દ્વેષ થાય છે, એમ સમ્યકત્વી જાણે છે, તેથી તેને વધારવામાં તેની પ્રવૃત્તિ થતી નથી. મહામુનિને બાહ્ય કારણ હોવા છતાં રાગ-દ્વેષ થતાં નથી. સ્વરૂપાચરણ ન થાય ત્યાં સુધી ખરો વૈરાગ્ય હોતો નથી. અનંતાનુબંધી જાય ત્યારે સ્વરૂપાચરણ કરવાની શક્તિ પ્રગટે છે. એ વિના ચારિત્ર, તે મિથ્યાચારિત્ર છે. (બો-૧, પૃ.૧૪૪, આંક ૧૮) (૧) સામાયિક, (૨) છેદોપસ્થાપના, (૩) પરિહારવિશુદ્ધિ, (૪) સૂક્ષ્મસાપરાય અને (૫) યથાખ્યાત - એમ ચારિત્રના મુખ્ય પાંચ ભેદ થાય છે; પણ પરિણામની ધારા સમયે-સમયે ચઢતી, ઊતરતી કે
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy