SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૪) જ્ઞાનાવરણીય કરતાં મોહનો ક્ષય કરવાનો છે. ક્ષયોપશમજ્ઞાનને ખસતાં વાર ન લાગે; સાચું સમકિત ન જાય. માન્યતા મૂકી દે તો જતું પણ રહે. ક્ષાયિક ન જાય. મોટામાં મોટી કસોટી મરણ છે. (બો-૧, પૃ. ૨૮૮, આંક ૩૬). I અહંકાર, મતિની મંદતા, કઠોર વચન, ક્રોધપ્રકૃતિ અને પ્રમાદ - આ સમકિતનો નાશ કરનારાં પાંચ કારણો છે. પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે.' (૨૫) ભગવાનને દયમાં રાખવા હોય તો કચરો કાઢી નાખવો પડે. શ્રદ્ધા થઈ હોય પણ એવા દોષ હોય તો જતી પણ રહે. અહંકાર થાય તો સમકિત જતું રહે. પ્રશ્ન : અભિમાન થવાનું કારણ શું? બધું છે તો પારકું. પૂજ્યશ્રી : પારકું નથી માન્યું. મારું નથી એમ જેને હોય, તે અભિમાન ન કરે. પોતાનું માન્યું હોય તો અભિમાન થાય. સમ્યકત્વનાં પાંચ દૂષણ : (૧) શંકા : મનમાં શંકા રહે કે હું કરું છું, તે બરાબર હશે કે નહીં? લોક જાણશે તો હસશે, નામ પાડશે એમ લોકભય રાખે. (૨) કંખા એટલે ભોગરૂચિ. (૩) આગામિક કાળની ચિંતા. (૪) કુશાસ્ત્રભક્તિ : જેમાંથી આત્મકલ્યાણ ન થાય એવા કુશાસ્ત્રો વાંચવાથી પણ સમ્યકત્વને દોષ લાગે છે. (૫) કુદેવની ભક્તિ. (બો-૧, પૃ.૧૫૧) સમ્યકજ્ઞાન T સદૈવ, સદ્ગુરુ અને સતધર્મ – એ ત્રણે તત્ત્વો યથાર્થ સમજાય; અને આત્મા તથા મોક્ષમાર્ગમાં ઉપયોગી સાત તત્ત્વો : જીવ, અજીવ, આસવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ - એ સાત તત્ત્વોનું યથાર્થ જ્ઞાન થાય, તે વ્યવહાર સમ્યફજ્ઞાન છે. તે જ્ઞાન, સમ્યક્દર્શન સહિત હોય તો સમ્યકજ્ઞાન નિશ્ચયથી ગણાય છે, એટલે આત્માને યથાર્થરૂપે જાણવો તે નિશ્ચયથી સમ્યકજ્ઞાન છે, પુસ્તકોનું જ્ઞાન તે વ્યવહારજ્ઞાન છે. મોક્ષમાળામાં તત્ત્વાવબોધ પાઠ ૮૨થી ૯૮ વાંચવાથી ઉપર લખેલું સમજાશેજી. (બી-૩, પૃ.૬૪૮, આંક ૭૬૭) “પંથ પરમપદ બોબોએ પદમાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે જડ અને ચેતન પદાર્થોનું સ્વરૂપ સભ્યપ્રમાણ સહિત જેનાથી જણાય અને જેમાં સંશય (આવું સ્વરૂપ હશે કે આવું?), વિભ્રમ (હોય તેથી ઊલટું માનવું, છીપના ચળકતા કકડાને ચાંદી માની લે તેમ), અને મોહ (બેદરકારી છીપ હશે કે ચાંદી હશે તોય આપણે શું; પ્રમાદને લીધે નિર્ણય ન થવો કે નિર્ણય કરવાનો વિચાર પણ ન ઊગવો), એ ત્રણ દોષો ન હોય તેને સમ્યકજ્ઞાન કહ્યું છે. બીજારૂપે “મૂળમાર્ગ''માં કહ્યું કે દેહાદિથી આત્મા ભિન્ન છે, જ્ઞાન લક્ષણવાળો અને અવિનાશી આત્મા છે, એવું સરુના ઉપદેશથી જાણવું, તે આત્મજ્ઞાન કે સમ્યકજ્ઞાન છે. (બી-૩, પૃ. ૨૧૩, આંક ૨૧૧)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy