SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર્શના થઇ તો વહેલેમોડે મોક્ષે લઇ જાય છે. આત્મા આત્મારૂપે રહે તો મોક્ષ છે. (બો-૧, પૃ.૨૬૮, આંક ૫) ૨૫૩ D સમ્યક્દર્શન થયા પછી બે જ ગતિ બંધાય છે; મનુષ્ય અને દેવ. નરક, તિર્યંચ ન બંધાય. મનઃપર્યવજ્ઞાન પામેલ છતાં કેટલાય જીવો નિગોદમાં પડયા છે. સમ્યક્ત્વ અને સર્વસંગપરિત્યાગ વિના મન:પર્યવજ્ઞાન ન થાય; પણ પછી સમ્યક્ત્વ વમી જાય અને જ્ઞાન આવરણ પામી જાય, ત્યાર પછી જીવ એટલો નીચો પણ પડી જાય છે. માટે ભડકતા રહેવાની જરૂર છે. (બો-૧, પૃ.૨૪૨, આંક ૧૩૨) [] વચનામૃત પત્રાંક ૩૯૭ ક્ષાયિક સમ્યક્ત્વ સંબંધી છે. તે વારંવાર વાંચવા, બને તો રોજ વિચારવા ભલામણ છેજી. જ્ઞાનીપુરુષોએ કહેવામાં બાકી નથી રાખ્યું, આ જીવે કરવામાં બાકી રાખ્યું છે; તે જો ક૨વાની ભાવનાથી વાંચશે, વિચારશે, ભક્તિ ક૨શે તો ક્ષાયિક સમકિત થશે અને તીર્થંકરનામકર્મ પણ બાંધશે. સમાધિસોપાનમાંથી સોળ કારણભાવનામાં પ્રથમ દર્શનવિશુદ્ધિ છે. તે પણ વિચારવાથી સમકિત નિર્મળ, દૃઢ અને ક્ષાયિક કેમ થાય, તે સમજી શકાય તેમ છે. બધામાં મૂળ કારણ જ્ઞાનીપુરુષનો યોગ અને જીવનો પ્રબળ પુરુષાર્થ છેજી. પૂ. સોભાગભાઇ તથા પ.પૂ. પ્રભુશ્રીજીને પરમકૃપાળુદેવ વિના એક ક્ષણ ગાળવી તે મરણતુલ્ય લાગતી હતી. એટલી બધી વિરહવેદના તેમને લાગતી; તે તેમના પત્રોમાં જણાય છે, કે વિરહવેદના કહી જતી નથી અને સહી પણ જતી નથી. એવી પરાભક્તિ પામ્યા વિના ક્ષાયિક સમકિત વિષે સમજ આવવી પણ દુર્લભ છે, તો તેની પ્રાપ્તિ તો અતિ દૂર રહી. ‘‘નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું.'' વગેરે પત્રાંક ૧૭૨માં સાત કારણો કહ્યાં છે, તે ક્ષાયિક સમકિતનાં કારણ સમજાય છે; માર્ગાનુસારી જીવને તે હ્દયમાં વસી જાય તેવાં છે. છેલ્લે સહી કરતાં પરમકૃપાળુદેવ લખે છે : ‘‘સર્વ કાળ એ જ કહેવા માટે જીવવા ઇચ્છનાર રાયચંદની વંદના.'' આ જ પરમકૃપાળુદેવને કહેવું છે, તે જ સમજવા અને આરાધવા જેવું છે. (બો-૩, પૃ.૭૦૬, આંક ૮૫૦) દિગંબરીમાં કેટલાક માને છે કે ક્ષાયિક સમકિત હોય છતાં નરકગતિ બંધાઇ હોય તો પહેલી નરકે જાય. કેટલાક માને છે કે ત્રીજી નરકે જઇ શકે. શ્રીકૃષ્ણ ત્રીજી નરકમાંથી નીકળશે ત્યારે મનુષ્યભવમાં કોઇ યોગ ન મળ્યા છતાં ક્ષાયિક સમકિત પામશે. એકાંતે ભગવાને કશું કહ્યું નથી. અમુક અપવાદ હોય છે, તેની જીવોને ખબર નથી. કશાયનો આગ્રહ રાખવા જેવો નથી. ભગવાન કહે તે સાચું કારણ કે શાસ્ત્રો સમુદ્ર જેવાં છે. હું કંઇ જાણતો નથી, એમ રાખવું. (બો-૧, પૃ.૨૨૨) D સમ્યક્દર્શન ગમે તે ગતિમાં સાથે જાય, પણ ચારિત્ર સાથે ન જાય. ગમે તેટલું સાધુપણું હોય, અગિયારમે ગુણસ્થાનકે ગયો હોય તોય દેહ છૂટતાં ચોથે ગુણસ્થાનકે આવી જાય.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy