SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૩ મુશ્કેલીઓ જગતમાં ન હોય તો જીવને ઉન્નતિ કરવી બહુ વિકટ થઈ પડે, તેવો જીવનો સ્વભાવ શિથિલતાવાળો થઈ પડયો છે. ધંધામાંથી હમણાં નિવૃત્તિ લેવી પડી હશે. તે નિવૃત્તિનો સદુપયોગ છાપાંને બદલે સન્શાસ્ત્ર વાંચવા-વિચારવામાં ગાળવા ભલામણ છેજી; કારણ કે હાલ સ્વતંત્ર-પ્રજાસત્તાક તંત્રના ઉત્સવ નિમિત્તે સચિત્ર અંકો અનેક આકર્ષક નીકળેલ છે, તે વાંચવા કરતાં આત્મજ્ઞાની પુરુષોનાં વચનો વાંચવામાં, મુખપાઠ કરવામાં, વિચારવામાં, ચર્ચવામાં, ભાવના કરવામાં જેટલી ક્ષણો જશે, તેટલું આ ભવ-પરભવનું હિત સધાશેજી. (બો-૩, પૃ.૬૭૬, આંક ૮૧૨) D આપે પુછાવેલ પ્રશ્નનો ઉત્તર ટૂંકામાં ફરી લખું છું કે પરમકૃપાળુદેવે મહાત્મા ગાંધીજી જેવાને પણ, મુસલમાનોની મિજબાનીમાં (જ્યાં માંસાહારને લગતો વ્યવહાર હોય ત્યાં) જવાને કચવાતે મને રજા આપી છે; અને ફળાહાર વિના કોઈ રાંધેલો પદાર્થ ન લેવાય તો ખોટું પણ ન લગાડવાનું બને અને પોતાના આત્મામાં દયાની લાગણી ટકી રહે એવી શિખામણ આપી છે; તો આપણા જેવા નિર્બળ મનના માણસે તો તેવા પ્રસંગોથી દૂર રહેવાય તેમ કરવામાં હિત છે એ જાણી, સમજી, તેમ જ પ્રવર્તવું ઘટે છેજી. (બો-૩, પૃ.૩૧૮, આંક ૩૦૯) T બાપદાદાએ કૂવો કરાવ્યો હોય અને તેમાં પાણી પણ ન હોય તો તે કૂવે જ કોસ જોડ્યા કરવા, કે પંપ થયો હોય ત્યાંથી પાણી લાવી ખેતી સુધારવી, તે વિચારી જોશો તો શામાં હિત છે, તે સહજ સમજાશે. બાપદાદા કરતાં વધારે પૈસા કમાઈએ તો પાપ લાગે? બાપદાદાનો ધંધો છોડી વેપાર કરીએ તો પાપ લાગે ? આ વિચારો મૂકી, ધર્મની જ બાબતમાં જ્યાં વિચારપૂર્વક વર્તવું ઘટે તેને બદલે, ગમે તેવો બાપદાદાનો જ ધર્મ આંખો મીંચી પાળવો એમ હોઈ શકે? (બી-૩, પૃ.૭૦૪, આંક ૮૪૮) D પરમકૃપાળુદેવે કહ્યું છે કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૦) ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) આમ છે તો આપણે બીજું શું જોઈએ છે? મોક્ષ મળતો હોય તો આ બધું ભલે ચાલ્યું જાય. જીવને લોકલાજ બહુ આડી આવે છે, તેને જ્ઞાની પુરુષોએ, અનંતાનુબંધી કષાયનું મૂળ કહ્યું છે. લોકો શું કહેશે? લોકોમાં ખોટું દેખાશે.” એવા ડરથી, જીવ આત્મકલ્યાણનાં કારણોથી દૂર રહ્યા કરે છે. જો લોકની જ જરૂર હોય તો લોક તો તેને પ્રાપ્ત થયેલો જ છે. લોકો કહે તેમ વર્તે તોપણ લોકોને, બધાને તો કોઈ રાજી રાખી શક્યું નથી. તીર્થકર જેવાની ગોશાલા જેવા અન્યમની નિંદા કરતા હતા. અલૌકિકમાર્ગનું અવલંબન જીવ લે છે ત્યારે લોકો તેને લૌકિકમાં રાખવા બહુ સમજાવે છે, દબાવે છે અને ન ચાલે તો નિંદા કર્યા કરે છે. અનાદિકાળથી આમ જગતમાં થતું આવ્યું છે; પરંતુ જે શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ટકી રહ્યા, તેમને મોક્ષપાટણ સુલભ જ છે, એમ જ્ઞાની પુરુષો પોકાર કરીને કહે છે. આપણું કામ જ્ઞાનીનાં વચનો ગ્રહણ કરી, તેનો આશય સમજી, આપણું આત્મહિત સાધી લેવું એ જ છે. (બો-૩, પૃ.૪૯૯, આંક ૫૩૬) I વૈરાગ્યનાં કારણોમાં ઉત્સાહ થવો આ કાળમાં બહુ દુષ્કર છે અને સાચા વૈરાગ્યનાં નિમિત્તોમાંથી, વૈરાગ્યરૂપ ગુણ ગ્રહણ કરવા જેટલી જીવની તૈયારી પણ, તેટલી આ કાળદોષને લીધે જણાતી નથીજી. સંસારનાં કામ પોતાનાં માન્યાં છે, તેથી તેને માટે પરદેશ જવું પડે તો જીવ પાછો ન પડે, પરંતુ આત્માના હિતની વાતમાં પ્રવર્તતાં તેને ટાઢ ચડે, એવો અનાદિનો જીવનો શિથિલ સ્વભાવ છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy