SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૨ D આ બગડતા જતા ભારતની વર્તમાન દશા જોતા, સારી કેરી પણ બગડી જાય ત્યારે નાખી દેવા જેવી લાગે છે, તેમ આ કાળમાં વિશેષ જીવીને પણ શું કરવાનું? જો ધર્મભાવના દિવસે-દિવસે વધતી ન જાય અને ઘટતી જાય તો તે ક્યાં સુધી ઘટયા કરશે? શું સાથે લઈને પછી જશે? આ બધા વિચારો એકાંતમાં આત્મહિતાર્થે કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૧૬, આંક ૭૧૪) તે મહાપુરુષની આજ્ઞા, તેનાં વચનો, તેણે કહેલી શિખામણો દ્ધયમાં રાખી, જીવને બીજેથી છોડાવી, તેમાં જ રાખ્યા વગર, બીજો કોઈ ઉપાય હવે નથી. જેવા દહાડા આવી પડે, તેવા સમભાવે જોયા કર્યા સિવાય, અન્ય ઉપાય નથી. તળાવ કે ગોમતીમાં સ્નાન કરવા પેસવું પડે પણ મગરનો ડર હોય તો જેમ ઝટ પરવારી બહાર નીકળી જાય, તેમ બીજાં કામોમાં ખોટી થવું પડે ત્યાં આત્મહિત નથી એમ જાણી, ત્યાંથી છૂટી જે આત્મહિતકારી જ્ઞાનીનાં વચનામૃતો છે, તેમાં ચિત્તની તલ્લીનતા કરવાથી, જીવને શાંતિ વળે તેમ છેજ. (બી-૩, પૃ.૨૩૬, આંક ૨૩૧). I આત્માના હિતની ઇચ્છાવાળા જીવે અહિતકર્તા પ્રસંગોમાં વિશેષ ચેતતા રહેવા યોગ્ય છે; અને નથી રહેવાતું તે પ્રમાદ છે. તે પ્રમાદ ઓછો કરવાનો ઉપયોગ રહે તો માર્ગનો વિચાર કરવાનો અવકાશ મળે છે, વિચાર થઈ શકે છે. જે માર્ગનો વિચાર કરે છે, તે માર્ગમાં સ્થિર થઈ શકે છે; તેથી મુમુક્ષુતા વધારી, પ્રમાદ દૂર કરવા અર્થે સલ્ફાસ્ત્ર અને સત્સંગનું વિશેષ સેવન કરી, નિશ્ચયની વૃઢતા વધારવાની આ જીવને અત્યંત જરૂર છે; નહીં તો આમ ને આમ વખત વહી જશે અને મરણ આવીને ઊભું રહેશે, તે વખતે પ્રથમ પુરુષાર્થ કરવાનું નહીં બન્યું હોય તો અહિત થાય તેવા વિકલ્પોમાં જીવ ગૂંચાઈ જઈ, દુર્ગતિમાં સંકળાયા કરશે. તેમ ન બનવા, મરણ આવ્યા પહેલાં ચેતી લેવાની, વારંવાર જ્ઞાની ગુરુએ ભલામણ કરી છે. તે અમલમાં મૂકવા દાઝ છે તેથી ઘણી વધારવાની છેજી. આત્માની દયા ખાધી નથી, તે કામ ત્વરાથી હાથ ધરવા, તત્પર થઈ જવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૧૭૨, આંક ૧૭૭) || જેમ બને તેમ, કોઇ પ્રત્યે વેરભાવ ન થાય તેમ વર્તવાથી તથા ભક્તિમાંથી બીજે ચિત્ત વારંવાર ન જાય તેમ કરવાથી, આત્મહિત સધાશે; નહીં તો સંસારનાં જન્મમરણ છૂટવા બહુ મુશ્કેલ છે. ગમે તેવા સંયોગોમાં પણ પરમકૃપાળુદેવના ચરણકમળ હદયમાં શીતળતા પ્રેરતા રહે, તેવી વૃત્તિ કર્યા વિના સંસાર તરી શકવો દુર્ઘટ છે. ચિત્ત અસ્થિર રહે તેવા ક્લેશમાં ઊતરવા યોગ્ય નથી. પ્રારબ્ધમાં બાંધેલું હશે તેટલું જ જીવને મળે છે. ક્લેશ કર્યે વધારે મળે નહીં, કે કોઈ નસીબમાંથી લૂંટી શકે નહીં. “નહીં બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય.' ધર્મ આરાધવાનો વખત નકામી બાબતોમાં વહ્યો ન જાય, એ વિચારવાને લક્ષમાં રાખવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૪૩૧, આંક ૪૪૫) D આપને પડી જવાથી સખત વાગ્યું છે, એમ જાણ્યું. “જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.'' એવું પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનું એક વાક્ય છે, તે જીવને શાંતિ આપનાર છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy