SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) ત્યાં પણ હજી તે માન્યતા ઉપલક છે; જેમ ખોરાકની, ઊંઘની અને ધનની જરૂરીયાત જણાઇ છે અને તેના ઉપાય ગમે તેટલા પરિશ્રમે પણ કર્યા કરે છે, તેમ જ્યારે ખરેખરી આત્મહિત કરવાની દાઝ લાગશે, ત્યારે તે કામ કોઈ કહે ત્યારે કરવું કે અનુકૂળતા મળે કરાય તો કરવું એમ નહીં રહે, પણ આપોઆપ એ કામમાં મનને લગાવી દેશે; તેવી ભૂખ લાગે નહીં ત્યાં સુધી સત્સંગ, સલ્ફાસ્ત્ર, સુવિચાર, ભક્તિ આદિ ઉત્તમ નિમિત્તોની જીવન જરૂર અત્યારે તો ઘણી જ છેજી. વાતોએ વડાં નહીં થાય, પણ કરવું પડશે એમ ૫..૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા. તે લક્ષમાં રાખી, સર્વેએ શાશ્વત વસ્તુમાં પ્રેમ કરતાં શીખવાની જરૂર છેજી. સમજણ જ્યારથી આવી ત્યારથી ઉત્તમ વસ્તુ તરફ પ્રેમ વધતો જાય, એમ કરવામાં આવે તો દિન-દિન આત્મા ઊંચો આવતો જાય; અને બીજાં ક્લેશનાં કારણો તેને વિદ્ધ કરી શકે નહીં, તેવો નિર્ભય બની જાય, પરમપુરુષનાં વચનોમાં મન વિશેષ વાર રોકાય, તેવું કરવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૨૭૫, આંક ૨૬૮) T કોઈને રોગ, ગરીબાઈ કે આફતથી ઘેરાયેલો દેખી દયા આવે છે અને આપણી બનતી મદદ કરવા મથીએ છીએ; તેમ જ આપણો આત્મા કર્મરોગ, પરવશતારૂપ ગરીબાઈ અને ક્ષણે-ક્ષણે મરણરૂપ આફતમાં આવી પડેલો છે, તેની દયા ક્યારે ખાઇશું? બનતી મહેનતે તેને બચાવવા કમર કસવી ઘટે છેજી. અમદાવાદ અને મુંબઈના બનાવો વાંચી કે સાંભળી, ત્યાંના લોકો સંકટમાં છે એમ લાગે છે, પણ આપણા તરફ આપણી દ્રષ્ટિ કેમ જતી નહીં હોય ? કાળ, આપણા મનુષ્યભવની દુકાનો, પ્રમાદરૂપ ઘાસલેટ છાંટી બાળી રહ્યો છે તેવા સમયમાં શું પગલાં લેવાં ? આપણે આપણું રક્ષણ નહીં કરીએ તો બીજા એ બાબતમાં શું કરી શકે એમ છે ? કોઈ માંદો હોય કે લૂંટાઈ ગયો હોય, તેની મદદ તો સેવાથી કે ધન આદિ વડે કરી શકાય, પણ આત્માને સુખી કરવા કોઈ બીજાનો પ્રયત્ન કામ આવે તેવો નથી. પુરુષો પણ ઉપદેશ આપી છૂટે, તે સાંભળી આપણા આત્માને જન્મજરામરણનાં દુઃખમાંથી બચાવવાનું કામ તો આપણે જ કરવું પડશે. પોતે પોતાનો વેરી બની, જીવ અનંતકાળથી ભમે છે. તે હવે આવા સુયોગે તે અનાદિ માર્ગ બદલી, પોતે પોતાનો મિત્ર બની જાય, તો આ મનુષ્યભવની કોઈ રીતે કિંમત આંકી શકાય નહીં, તેવો અમૂલ્ય યોગ મળ્યો છે, તે સફળ થાય. કાળનો ભરોસો નથી, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, ત્યાં ધર્મધ્યાનમાં બનતો વખત ગાળતા રહી, જેટલું હવે જીવવાનું હોય, તે ઉત્તમ રીતે ગાળવા નિશ્ચય કર્તવ્ય છેજી. પ્રમાદમાં જીવે ઘણું ખોયું છે, માટે હવે તેનો સંગ છોડી, અસંગ થવા સત્પષની આજ્ઞાએ કાળજીપૂર્વક પ્રવર્તવું ઘટે છેજી. (બી-૩, પૃ.૨૯૯, આંક ૨૮૮) D અત્યારે સુખદુઃખની ગણતરી દેહને આધારે થાય છે; દેહને ઠીક પડે, લોકોમાં સારું કહેવાય, ઇન્દ્રિયોને અનુકૂળ પડે તો ચિત્ત પ્રસન્ન રહે છે; પણ કોઇ જરા આપણું ઘસાતું બોલે, વ્યાધિ શરીરમાં ઊપજી પીડા ઉત્પન્ન કરે, જે ઇન્દ્રિયોને ન ગમે તેવા વાતાવરણમાં રહેવાનું થાય તો મન ઊંચું થઈ જાય છે અને પહેલાં ગમતું હતું, સારું લાગતું હતું, બરાબર ખવાતું, પચતું તેવું ક્યારે થશે, એમ મનમાં ઝંખના થયા કરે છે. આ બધા પ્રકારો રાગ-દ્વેષના છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy