SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫) T અનાર્યક્ષેત્ર જેવા મોહમથી શહેરમાં રહેવાનું બનેલ છે તો બહુ વિચારીને ક્ષણ-ક્ષણ ગાળવા જેવી છે'. મા કાળ વિકરાળ છે, ક્ષેત્ર પણ પ્રતિકૂળ અને જીવની સામગ્રીરૂપ દ્રવ્ય પણ તેવું જ હોવાથી, ભાવને બળ મળે તેવું ન હોય ત્યાં, એક પુરુષની આજ્ઞા અને ભક્તિમાં વૃત્તિ રાખવાની જીવ કાળજી રાખે તો ઘણાં કર્મ બંધાતાં અટકે અને આત્મહિતમાં વૃત્તિ વળે તેમ બને. ખોરાકની, હવાની, કપડાંની જેમ શરીરને જરૂર છે, તેમ જીવને પોતાને માટે સત્સંગ, સશાસ્ત્ર, સવિચારરૂપ આહાર, હવા આદિની જરૂર છે. તેની ભાવના કરતા રહેવી ઘટે. આ ભવમાં જે કંઈ કરવું છે, તે આત્મહિતને પોષે તેવું જ કરવું છે, એવો મુમુક્ષુજીવને નિર્ણય લેવો ઘટે છેજી. એ લક્ષ રહ્યા કરે તો તે ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ બચી શકે છે. પ.પૂ. પ્રભુશ્રીજીએ એક વખત બોધમાં કહેલું, તે આપને ત્યાં ઉપયોગી નીવડશે એમ ધારી, નીચે લખી મોકલું છું; તે બને તો મુખપાઠ કરી, તેનો વિચાર કરતા રહેશોજી : ગમે તેવો પ્રતિબંધ હોય, મરણ સમાન વેદના હોય, ગમે તેવા માયાના ફંદમાં ફસાઈ જવાનું બને, પણ આત્મહિત કદી ન વિસરવું.” ઘણાં દુઃખ, આ જીવે લખચોરાસીના ફેરા ફરતાં ભોગવ્યાં છે અને કંઈક પુણ્યસંચય, જ્ઞાની પુરુષની કપાથી થયો ત્યારે મનુષ્યભવ મળ્યો છે, તેને વ્યર્થ ખોઈ ન બેસવો. ક્ષણ-ક્ષણ કરતાં કેટલાં બધાં વર્ષ વ્યતીત થયાં! હવે તો જ્ઞાનીની આજ્ઞા, તેના જણાવેલા સ્મરણમંત્રમાં વૃત્તિને વિશેષ રાખવા પુરુષાર્થ કરવો છે, એ લક્ષ રાખી વર્તશો તો જરૂર જીવનું હિત થશેજી. (બી-૩, પૃ.૫૮૦, આંક ૬પ૩). દિવસે-દિવસે મુમુક્ષતા વર્ધમાનતાને પામે તેમ કર્તવ્ય છેજી. ““ધર્મરંગ જીરણ નહીં, દેહ તે જીરણ થાય.' એમ શ્રી યશોવિજયજી મહારાજે લખ્યું છે, તો પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ જેને થયો છે તે મહાભાગ્યશાળી જીવે, પોતાના ભાવ દિવસે-દિવસે વર્ધમાન થતા જાય, તેમ પ્રવર્તવાની તથા તેની ચોકસી રાખવાની જરૂર છેજી. ધનની કાળજી રાખી વૃદ્ધિ થાય તેવી વ્યવસ્થા કરીએ છીએ, શરીરની આરોગ્યતાના ઉપાય લઈએ છીએ, કુટુંબની આબરૂમાટે નિરંતર ચિંતા હોય છે તો આ બિચારા આત્માની સંભાળ લેવાનું, તેને કંઈ ઉન્નતિના ક્રમમાં આણવાનું તથા યથાર્થ સુખી કરવાનું, ખાસ કરવા યોગ્ય કાર્ય, વિસ્મરણ ન થાય તે જોતા રહેવાની ખાસ જરૂર છેજી. અનંતકાળથી પોતે પોતાનો વૈરી થઈને વર્યો છે, તે માર્ગ પલટાવી પોતે પોતાનો મિત્ર બને તેવી ઘણી અનુકૂળતા, સામગ્રી, સંયોગો આ ભવમાં પ્રાપ્ત થયા છે. તે નિરર્થક ન નીવડે, તે અર્થે શું કરીએ છીએ? અને શું કરવા ધાર્યું છે? આનો દરેકે પોતાને વિચાર કરવા વિનંતી છે. (બો-૩, પૃ.૪રક, આંક ૪૩૮) I પૂર્વકર્મને લઈને જીવને જે કરવું છે તે થતું નથી, એવો સામાન્ય અભિપ્રાય લોકમાં પ્રચલિત છે, પણ તે પુરુષાર્થને હાનિકારક છે. પૂર્વકર્મ ન હોય તો-તો સંસાર જ ન હોય, પણ પૂર્વકર્મને દૂર કરવા યોગ્ય અવસર પ્રાપ્ત થયો છે, છતાં જીવ ચેતતો નથી એ જીવનો પ્રમાદ છે; અને માને કે મારે આત્મહિત કરવું છે, છતાં થતું નથી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy