SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૩) સૌ સૌનાં પ્રારબ્ધ લઈને આવે છે. ઈન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર કોઇ કોઇનાં કર્મ ફેરવવા સમર્થ નથી. કોઈ કોઈને સુખ આપી શકે એમ નથી, કોઈ કોઈને દુઃખ આપી શકે એમ નથી. પોતે પોતાનું હિત કે અહિત કરવા જીવ સમર્થ છે. તે મૂકી દઈને, જેમાં પોતાનું કાંઈ ચાલે એમ નથી, એવા પરજીવોને સુખીદુ:ખી કરવાની ઇચ્છા કરવી, તે નિરર્થક છે; માટે આ મનુષ્યભવ મળ્યો છે તો આત્મહિત વિશેષ કેમ સધાય, તેની વિચારણા કરવાથી સવિચારમાં વૃત્તિ પ્રેરાશે. પારકી પંચાતમાં જીવ બહુ ખોટી થયો છે. પોતાની સંભાળ લેતો ક્યારે થશે, એ આપણે સર્વેએ વિચારવા યોગ્ય છે. (બો-૩, પૃ.૧૮૧, આંક ૧૮૩) 'સંસારી બાબતો પૂર્વના પ્રારબ્ધ પ્રમાણે બળે જાય છે. દાંત છે, તેને ચાવણું મળી રહે છે. તેની ન જોઈતી ફિકરમાં જીવ બળી રહ્યો છે, તેને શાંતિ મળે તેવા સત્સંગની જરૂર છે. આત્મહિતનું કામ ઘણા ભવથી જીવ ધકેલતો આવ્યો છે. આ ભવમાં લાગ આવ્યો છે, તે નહીં સાધી લે તો ક્યા ભવમાં પછી બની શકશે? (બો-૩, પૃ.૭૫૪, આંક ૯૪૪) I ગર્ભમાં તો સુખ હોતું નથી અને જન્મ વખતે પણ ઘણું દુઃખ હોય છે, તે વખતે બેભાન છે. બાલ્યાવસ્થામાં તો આત્માનો કંઈ વિચાર આવી શકે નહીં. પછી યુવાવસ્થા છે, તેમાં સમજણ હોય છે, પણ તે બીજા કામોમાં વાપરે છે - સ્ત્રીમાં, ધનમાં વાપરે છે. પછી વૃદ્ધાવસ્થા આવે છે ત્યાં પણ કંઈ ન થાય. બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા વચ્ચેનો જે થોડો કાળ છે, તેમાં આત્માનું હિત કરે તો થઈ શકે છે. પોતાને માટે કરવાનું છે. જ્યાં-ત્યાંથી જીવને જન્મમરણથી છોડાવવાનો છે. મોહ કરે તો છુટાય નહીં. “હું, મારું' ભૂલશે ત્યારે કલ્યાણ થશે. (બો-૧, પૃ.૩૪૫, આંક ૨૮) આટલાં બધાં વર્ષ જીવવાનું મળ્યું, પણ જીવે ખરી કમાણી, કરવા જેવી, કરી નથી. પોતાનું કામ પડી રહ્યું છે અને પારકી પંચાતમાં ખોટી થઈ રહ્યો. હવે તો આ જીવે પોતાનું આત્મહિત સાધવાનું કામ હાથ ધરી, તેમાં ઉત્સાહ દિન-પ્રતિદિન વધતો રહે, તેમ કરવા નમ્ર વિનંતી છેજી. બહુ વીતી થોડી રહી, થોડીમેંસે ઘટ જાય.' એ કહેવત પ્રમાણે થોડું જીવવાનું બાકી રહ્યું છે, તેમાંથી ક્ષણે-ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. તેને, લેખે આવે તેવી રીતે ગાળવું છે એવો નિર્ણય કરી, સન્માર્ગની આરાધના માટે કમર કસી તૈયાર થઈ જવું, વૃદ્ધમાંથી યુવાન થવું; પણ ઊંડી દાઝ દિલમાં રાખવી કે જગતને રૂડું દેખાડવા હવે જીવવું નથી, પણ રૂડા જ થવું છે. ગમે તેવી વિકટ વાટે પણ આત્મા ઊંચો આવે તેમ જ વર્તવું છે. શરીર તો વિષ્ટાનો ઘડો છે. ગમે તે સ્ત્રી કે પુરુષ હો પણ તે જીવતું મડદું જ છે. હવે મડદાં કે ચામડાંમાં વૃત્તિ રાખનાર રહેવું નથી. ઝવેરીની પેઠે આત્મરત્ન તરફ દૃષ્ટિ દેનાર થવું છે. (બી-૩, પૃ.૬૬૯, આંક ૮૦૧) પૂ. ....ને જણાવશો કે જગત દુઃખથી ભરેલું છે, તેના તરફ જ્યાં સુધી દ્રષ્ટિ, પ્રેમ, વાસના હજી વળગી રહેશે, ત્યાં સુધી દુઃખથી કદી છુટાય એવું નથી. માટે દેહની ઓળખાણ અને દેહની સગાઈ છોડી, હવે આ આત્માની શી વલે થશે ? અને તેને કોનો આધાર છે ? અને બિચારા પોતાના જીવને પારકી પંચાતમાં દુઃખી કરો છો, તો તેની દયા ક્યારે ખાશો ? તે આત્માને સુખી કરે તેવું કંઈ વાંચન, વિચાર, સત્સંગ સાધવાનો વિચાર રાખી, લોકલાજનો ભાર ખસેડી, આત્માને માટે કાળ ગાળવા કંઈક દાઝ
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy