SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પાપ અમાપ અમારાં સ્વામી, તમ કરુણાથી ટળશે, ગુરુ શરણું મેં ગ્રહણ કર્યું છે તે મુજ દોષો હરશે; ગુરુ પૂર્ણિમા સ્મરણ કરાવે પૂર્ણ સ્વરૂપ ગુરુવરનું, અમ ઉર ઉલસે આપ કૃપાથી ગ્રહી શરણું રાજશશીકરનું. (બો-૩, પૃ.૩૨, આંક ૧૭). અનન્ય શરણના આપનાર અંતરજામી પ્રગટ પુરુષોત્તમ પરમાત્મદેવને ત્રિવિધ ત્રિકાળ નમસ્કાર હો! નમસ્કાર હો ! રાજ ર્દયમાં રમજો નિરંતર રાજ દયમાં રમજો. પરમકૃપાળુ તમે પરમેશ્વર, અવિનય મુજ દૂર કરજો રે ગુરુ - રાજ0 આ દિલ દાસતણું દીન જાણી, પદપંકજ ત્યાં ધરજો રે ગુરુ - રાજO આપ અમાપ અહો કરુણાકર, મુજ મનને વશ કરજો રે ગુરુ - રાજO શરણાગત બાળકને તારી, સમતાપદમાં ધરજો રે ગુરુ - રાજO કાળ અનાદિથી કાંઈ કર્યું નથી, પામરતા મુજ હરજો રે ગુરુ - રાજ0 સંતકૃપાથી સન્મુખ આવી વાત નિરંતર કરજો રે ગુરુ - રાજO હે અંતરજામી, પરમ પાવનકારી, પરમપદાર્થદાયક, શરણાગત પ્રતિપાળક, દીનાનાથ, પરમાત્મા ! તારું ભવોભવ શરણું હો ! આ અનાથ બાળકના સર્વ અપરાધ ક્ષમા કર, તારી અનંત કરુણાનું દર્શન-ભાન કરાવ, સર્વ પ્રમાદ તજાવી તારું જ સદા સ્મરણ રહે, તું િતુંહિ નિશદિન સમક્ષ સ્મૃતિપટ પર ટંકોત્કીર્ણવત્ સદોદિત રહે એવી કરુણા કર. હે કરુણાસિંધુ ! આ બાળક તારી કરુણાના જ શ્વાસોશ્વાસ લે છે પણ મૂઢ તને આભારની પરમ ઉપકારની નજરે નિરંતર જોતો નથી એ જ તેની મૂઢતા તે તજતો નથી. સદાય સાથે વસનાર પ્રિયતમને વીસરી પરવસ્તુમાં રમતી આ જીવની વિભાવપરિણતિનો હે નાથ ! હવે તો સદાને માટે નાશ કર, અત્યંત ક્ષય કર અને તારું અક્ષય સ્વરૂપ તેની જગાએ સ્થાપન કર. ૐ તથાસ્તુ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (બો-૩, પૃ.૩૨, આંક ૧૮) મહા પ્રભુ શ્રી રાજચંદ્રજી પ્રગટ પુરુષોત્તમરાય, ક્ષમા યાચું હું મહા પર્વ પર મેં કર્યા દોષ ઘણાય; આજ સુધીના બધા દોષની કરો કૃપા કરી માફ, હવે પછી પણ કોઈ ન થાઓ સદા રહો દિલ સાફ. દોષ સર્વના માફ કરી હું હળવો થાઉં આજ, સર્વ પ્રાણી પાસે માગું છું માફી હું મહારાજ; સહજ સ્વભાવ ભણી નજર રહો મુજ આપ Æયમાં આવો, પર પ્રત્યે તજી રાગદ્વેષ લ્યો સર્વ મોક્ષનો લ્હાવો.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy