SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) અહો ! પરમ પુરુષાર્થની પ્રગટ મૂર્તિ, પરમ જાગ્રત, સદા અપ્રમત્ત સ્વરૂપમાં તલ્લીન તારી મૂર્તિ મારા બ્દયમાં ટંકોત્કીર્ણવત્ સદા સર્વદા સદોદિત જયવંત વર્તા, જયવંત વર્તા! ચૈત્ર સુદ બારસના પત્રમાં (બો-૩, પૃ.૨૭, આંક ૧૦) પ્રદર્શિત ભાવના અણધારેલી રીતે આપની કૃપાથી સ્નાત્રપૂજામાં સ્નાત્રક તરીકે અઠવાડિયું રહેવાનો યોગ બનતાં કંઈક બની આવી. પણ પ્રમાદ એ જ જીવનો મહા રિપુ છે અને પ્રમાદની પાછળ પશ્ચાત્તાપ ઊભેલો જ હોય છે. એ દિવસો મારા જેવા અજાણ્યા અણઘડ માણસને તો તદ્દન નવા જ હતા, અને તેને લીધે ઉપયોગશૂન્યતાથી ઘણી ભૂલો સેવાઈ ગઈ હશે. પણ હે પ્રભુ ! આપ તો પરમ કૃપાળુ છો, ક્ષમાના સાગર છો. આપના પરમ યોગબળનું દર્શન એ શુભ દિને સર્વને પ્રત્યક્ષ થયેલું કે દશ હજાર જેટલાં માણસોની મેદની જેઠ સુદ પાંચમે ભરાયેલી ગણાય છે, તેમાંથી કોઈને કંઈ નુકશાન, ભૂખ, તરસ કે ક્લેશનું કારણ કોઇ પણ થયું નથી. માત્ર શુભભાવના આ કાળમાં આવવી ટકવી દુર્લભ છે તેનો પરિચય કરાવી આપે શાંતિ સર્વત્ર પ્રસરાવી હતી, તે સર્વનાં દૃય સમજી શક્યાં છે. ત્યાર પછી આ જીવને કોઈ એવા કર્મની પરંપરામાં તણાવું પડ્યું છે કે આ પુસ્તક અને આ લેખિનીનો સમાગમ આજે જ થાય છે. હે પ્રભુ! આ જીવ પુરુષની આશાતનાથી જ રઝળ્યો છે. તેને તારી આરાધનાનું દાન દઇ, વિરાધકપણું ટાળી આરાધકપણાનું દાન દે અને ઉતાવળે ઉતાવળે મોક્ષમાર્ગમાં લઈ જા. મને તો એક તારો જ આધાર છે. ક્યાંય નજર ઠરતી નથી. કશું ગમતું નથી. ગમે તેમ કાળ કાઢું છું. શરણું એક તારું છે તો તું તારું બિરુદ સાચવી આ પામર આત્માને નિજસ્વરૂપનું યથાર્થ ભાન કરાવી ભાગ્યશાળી બનાવજે. “પ્રભુ ! જાણને શું કહેવું ઘણું?'' (બો-૩, પૃ.૩૧, આંક ૧૫) અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હો ! શુભ અશુભ કર્મના બે કિનારા કને નાવ પેઠે ભમે ચિત્ત નિત્ય, રાગદ્વેષાદિ કલ્લોલથી ડોલતું પવન તોફાન તૃષ્ણાતણું છે; જિનમુદ્રા ગુરુરાજ જાતે વર્યા આ કળિકાળ વિકરાળ તોયે, એ જ આશ્ચર્યકારી સુકાની તણું ચરણ શરણું રહો ચિત્તમાંયે. હે પરમ પાવનકારી, પરમ ઉપકારી, અશરણના શરણ, અનાથના બેલી ! આ પામર રેક જીવ પ્રમાદ અને બેભાનમાં પોતાની સ્થિતિનો વિચાર કર્યા વગર કાળના મુખમાં પ્રવેશ કરી રહ્યો છે, તેની હે સમર્થ સ્વામી, પરમકૃપાળુ ! સંભાળ લેજે, સંભાળ લેજે. મને નથી કંઈ કહેતાં આવડતું, નથી સમજાવતાં આવડતું, નથી પ્રાર્થના કરતાં આવડતું, નથી જોતાં આવડતું, નથી રોતાં આવડતું, નથી કરતાં આવડતું, નથી તારતા આવડતું. માત્ર એક સમર્થ સ્વામીનું શરણું છે એ જ આ જીવને ઊગરવાનો આધાર છે, તો હે નાથ ! હરઘડી તારા પરમ પાવનકારી ચરણ ત્રણ લોકનાં પાપનો નાશ કરવા સમર્થ છે તે મારા દયમાં નિરંતર સંસ્થાપિત રહો અને તારું મરણરૂપી ઝરણ સદાય વહ્યા કરી મારાં અખૂટ પાપના પૂંજને ધોઈ તારા શુદ્ધ સદોદિત ટંકોત્કીર્ણ સ્વરૂપનું દર્શન નિરાવરણે સદાય કરાવો એ જ પ્રાર્થના આ પામર પ્રાણીની છે તે સફળ થાઓ અને સર્વનું કલ્યાણ થાઓ. (બી-૩, પૃ.૩૨, આંક ૧૬)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy