SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) D જીવને જ્યારે કલ્યાણ કરવું હશે ત્યારે સંસારને ભૂલી ભક્તિને ર્દયમાં સ્થાન આપશે ત્યારે જ મોક્ષના ઉપાયમાં પ્રવર્તી શકાશે, એ તો સમજી શકાય તેવી વાત છે; તો જ્યારથી તે શુભકાર્યની વહેલી શરૂઆત થાય ત્યારથી કલ્યાણનો દિવસ વહેલો આવવાનો સંભવ છેજી, (બી-૩, પૃ.૧૩૧, આંક ૧૩0) D જીવનની અમૂલ્ય ઘડી, જે પ.ઉ. પ્રભુશ્રીજીનાં દર્શન-સમાગમમાં, બોધમાં ગઇ છે તે સોનેરી પળોને વારંવાર યાદ કરી, તેમણે મુખપાઠ કરવા, ભક્તિ કરવા, સ્મરણ કરવા જે જે કહ્યું હોય, તે રોજ ઉલ્લાસભાવે કરવાથી જીવનું કલ્યાણ જરૂર થશે. (બો-૩, પૃ. ૧૬૨, આંક ૧૬૫) T કલ્યાણનું કારણ સત્પરુષ પ્રત્યે અચળ નિષ્કામ ભક્તિ, તેની આજ્ઞાની ઉપાસના અને ભાવના છે'. તે અર્થે ત્યાગ, વૈરાગ્ય, જપ, તપ, દાન આદિ સાધના કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૪૮૭, આંક પ૨૦) || પરમકૃપાળુદેવની ભક્તિ, તેનાં વચનામૃત અને તેમણે જણાવેલી શિખામણ પ્રમાણે વૈરાગ્ય-ઉપશમ, વિવેક-વિચારથી વર્તવાથી જીવનું કલ્યાણ છે). (બી-૩, પૃ.૫૮૨, આંક ૬૫૮) D આપણી ઇચ્છાએ, કલ્પનાએ ધર્મ નથી થતો, પણ સત્પષની આજ્ઞાએ ધર્મ છે. તેથી જે જે આજ્ઞા કરી હોય તેમાં જ આપણું કલ્યાણ સમજી, બીજી કંઈ કલ્પના થાય તે શમાવી, વૃત્તિ પરમકૃપાળુદેવનાં વચનામૃતમાં, સ્મરણમાં, ભજન-ભક્તિમાં રાખશોજી. ““રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.'' આપણને સારું લાગે, ગમે, તેવું કરતાં-કરતાં અનંતકાળ ગયો; પણ હજી કલ્યાણ થયું નહીં, તો હવે શું કરવું? તેનો ઉત્તર ઉપરની આત્મસિદ્ધિની ગાથામાં છે; તે બહુ મનન કરવા યોગ્ય છે, કારણ કે મુમુક્ષુએ મોક્ષનો જ વિચાર કરવો ઘટે છે અને સ્વચ્છંદ રોકાયા વગર મોક્ષ થતો નથી અથવા સ્વચ્છેદ રોકાય તો અવશ્ય મોક્ષ થાય, એમ પરમકૃપાળુ જણાવે છે. તે સ્વચ્છંદ રોકવા જીવ જપ, તપ, યમ, નિયમ આદિ સાધનો કરવા દોડે તોપણ તેથી મોક્ષની નજીક જવાતું નથી, કારણ કે “વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. તેમ જ “સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?” એમ અનેક પ્રકારે ભુલવણી રહી છે, તેમાંથી કેમ છૂટવું? તે સ્વચ્છંદ રોકવાનો ઉત્તમ ઉપાય બીજી જ, પાસેની કડીમાં ત્યાં જણાવ્યો છેઃ પ્રત્યક્ષ સદ્ગુરુયોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.' તેથી જેમ બને તેમ સત્સમાગમનો જોગ મેળવવા પુરુષાર્થ કર્તવ્ય છેજી, અને સત્સમાગમ શ્રવણ કરેલા બોધનું મનન, વારંવાર ભાવના કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૩૬, આંક ૨૩) સદ્ગુરુનો યોગ થયો છે, બોધ સાંભળ્યો છે, તેમની આજ્ઞા, સ્મરણ વગેરે પ્રાપ્ત થયેલ છે એવા જીવે વિશેષ કાળ આત્મહિત થાય તેમ ગાળવા નિશ્ચય કરી, તે પ્રમાણે પ્રવર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે. નાશવંત વસ્તુ પ્રાપ્ત કરવામાં ખોટી થવું પડે છે તે વિષેનો ખેદ રાખી, જતા દિવસમાંથી દરરોજ આત્મકલ્યાણ અર્થે અમુક કાળ ગાળવાનો વૃઢ નિશ્રય મુમુક્ષુને કર્તવ્ય છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy