SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૫ જેણે તેમ કર્યું છે તેને, મરણ સમયે તે જ મુખ્યપણે આગળ તરી આવે છે એમ આપણે પ્રત્યક્ષ જોયું છે; તો હવે કોઇ કોઇનું નથી, આ જીવ કરશે તો જ તેનું કલ્યાણ થશે એમ વિચારી, તે જ સાધનમાં રાતદિવસ આટલો ભવ રહેવું છે એમ નિશ્ચય કરી, તે પ્રમાણે દ્રઢતાપૂર્વક વર્તવું ઘટે છેજી. ઘણું જીવે સાંભળ્યું છે, પણ સાંભળ્યું, ન સાંભળ્યું કરી નાખ્યું છે, તો હવે દાઝ ઊંડી રાખીને આત્માનું કામ પહેલું, પછી પૈસાટકા કે ખાવા-પીવાની તકરારો એમ મનને સમજાવી, તેવા વાતાવરણમાંથી નાસી છૂટવા જેવું છેજી. કાળનો ભરોસો નથી. લીધો કે લેશે એમ થઇ રહ્યું છે. (બી-૩, પૃ.૭૫૪, આંક ૯૪૨) D પ્રશ્ન : અનંતકાળથી જે કલ્યાણ થતું નથી, તે અત્યારે કેમ થશે? ઉત્તર : “જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પષના યોગ વિના સમજાતું નથી.' (૫૦૫) બેય યોગ સાથે મળે ત્યારે કલ્યાણ અનંતકાળથી નહોતું થતું, તે થાય છેજી. (બી-૩પૃ.૭૭૯, આંક ૯૯૨) | સત્સંગે જીવના કષાય મંદ થાય છે. મંદ કષાયમાં કલ્યાણની ભાવના જાગે છે. જ્ઞાની પુરુષના ઉપદેશ વગર કલ્યાણ થતું નથી. કોઈ મહાપુણ્ય હોય ત્યારે જ્ઞાની પુરુષની આજ્ઞા મળે છે. મળે તોયે સારી ન લાગે. જીવનું કલ્યાણ થવાનું હોય ત્યારે નિમિત્ત મળી આવે છે; પણ ત્યાં જાગૃત ના થાય તો કલ્યાણ થાય નહીં. ઘણી વખત જીવને ઊભરા આવે કે ચાલો, સાધુ થઈ જઈએ. એથી કંઈ કલ્યાણ થાય નહીં. કોઈ જ્ઞાનીપુરુષની આજ્ઞા આરાધે તો કલ્યાણ થાય. મુશ્કેલી વેઠીને પણ આજ્ઞા આરાધે તો મનુષ્યભવ સફળ થાય. અવળી સમજણ હોય ત્યાં સુધી અવળું સૂઝે. મોજશોખમાં જીવ પડી જાય તો બધું ભૂલી જાય. (બો-૧, પૃ.૨૮૦, આંક ૨૦) આ કળિકાળમાં ધર્મપ્રેમ વર્ધમાન થાય તેવા સંયોગો મળવા કે તેવા પુણ્યસંચયવાળા જીવો બહુ વિરલ દેખાય છે. માત્ર ધર્મને નામે બાહ્ય પ્રવૃત્તિ અને અંદરખાને કષાય-પોષણ પ્રવૃત્તિ ઠેકાણે-ઠેકાણે દેખાય છે. તેમાંથી આપણે બચી નિરભિમાનપણે કંઈ પણ કષાય ઘટાડવાનું કરીશું તેટલું કલ્યાણ છે; એટલું ધ્ધયમાં કોતરી રાખવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૧૫૧, આંક ૧૫૧). પરસ્પર એકબીજાની લાગણી સાચવી, પરમકૃપાળુદેવ પ્રત્યે અખંડ શ્રદ્ધા વર્ધમાન થયા કરે અને કષાય મંદ પડે તેવા પુરુષાર્થની જરૂર છેજી. આપણા ભાવો નિષ્કષાય થતા જાય, તે તરફ વિશેષ લક્ષ રાખવાની જરૂર છે, તે અર્થે વાંચન વગેરે કર્તવ્ય છેજી; કારણ કે પ.પૂ. પરમકૃપાળુદેવે ““કષાય ઘટે તે કલ્યાણ.' (ઉપદેશછાયા પૃ.૭૩૩) કહ્યું છે, તે લક્ષ મારે તમારેસર્વને રાખવો ઘટે છેજી. (બી-૩, પૃ.૭૧૦, આંક ૮૫૭) T “સમસ્ત વિશ્વ પરકથા અને પરવૃત્તિમાં વહ્યું જાય છે.” (૪૨) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે; તે વિચારી, આપણે મુમુક્ષુતા વર્ધમાન કરી, આપણું કલ્યાણ તે પરમપુરુષની ભક્તિથી કરી લેવું ઘટે છે. (બો-૩, પૃ.૧૨૦, આંક ૧૧૬)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy