SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યોત ૨-૨૭ ] અતિશયાક્તિનિ [ ૧૩૩ (૨) પ્રતિવસ્તૂપમાધ્વનિ : પહેલાં પ્રણયને સ્વીકાર ન કરવાને કારણે પસ્તાતી અને માટે વિરહથી ઉત્કંઠિત બનેલી નાયિકા પ્રિયતમના આગમનની પ્રતીક્ષા કરી રહી છે, પ્રસાધન પણ કર્યુ" છે અને એ વાસકસજ્જ છે. પૂર્ણ ચંદ્રના ઉદય થતાં દૂતી મારફતે તેડાવેલા તેના પ્રિયતમ આવે છે અને એની ખુશામત કરવા કહે છે કે તારા કુચકલશ ઉપરની કાલાગની પત્રરચના કામને ઉદ્દીપ્ત કરે છે. આ ચંદ્રમાં રહેલી કુવલયદલશ્યામલ કાંતિ પણ એમ જ કરે છે. અહી ઉપમાન અને ઉપમેય સૂચક એ જુદાં જુદાં વાકયો કામેાદ્વીપનરૂપ એક સાધારણ ધર્મનું ઉપાદાન બન્યાં છે એટલે અહી પ્રતિવસ્તુપમા અલંકાર્ વ્યંગ્યરૂપે પ્રતીત થાય છે. . (૩) હેતુઅલ'કારધ્વનિ : આ ક્ષેાકમાં ચંદ્ર માટે સુધાકર ' શબ્દ વાપરેલા છે, અને પેાતાનાં અંગાના સંતાપ દૂર કરવા કામદેવ અંગેા ફેલાવી પડયો છે એમ કહ્યું છે, એટલે શાંતિ મેળવવા માટે સુધાકર ચંદ્રમાં તે સૂઈ જાય એ જ ચેાગ્ય છે. આમ, અહીં હેતુ અલંકાર પણ વ્યંજનાથી સમજાય છે. (૪) સહેાક્તિઅલંકારધ્વનિ : તારા સ્તનેાની અને ચંદ્રની શે!ભા એકી સાથે કામેાદીપન કરે છે, એમ અહીં સહેાક્તિ પણ ધ્વનિત થાય છે. (૫) ઉપમેય પમાધ્વનિ ઃ તારા કુચમ`ડળ જેવા ચદ્ર છે અને ચંદ્ર જેવાં તારાં કુચમ`ડળ છે. આમ, ઉપમેયેાપમા પણ અહીં વ્યંજિત થાય છે. આ રીતે અહીં બીજા અલંકારાની પણ ઉત્પ્રેક્ષા કહેતાં કલ્પના કરી શકાય એમ છે, કારણ, મહાકવિની વાણી કામધેનુ જેવી હેાય છે. આ પછી લેાચનકાર કહે છે કે આ બધા અલ`કારાની સ’સૃષ્ટિ અને સંકરની કલ્પના પેાતે જ કરી લેવી. તારાવતી ટીકામાં જણાવ્યું છે તે પ્રમાણે અહીં હેલ કાર અને ઉપમેયેાપમાની સંસૃષ્ટિ છે, કારણ, ખતે સ્વતંત્ર છે. સસ ંદેહ, પ્રતિવસ્તૂપમા અને ઉપમેયેાપમામાં એકાશ્રયાનુપ્રવેશ સંકર છે, હેવલ`કાર અને અપવ્રુતિ તથા હેવલ કાર અને પ્રતિવસ્તૂપમામાં આંગાંગીભાવ સંકર છે. અપતિ અને પ્રતિવસ્તૂપમામાં એકાશ્રયાનુપ્રવેશ સકર છે.
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy