SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ વજુણસ્થાનક ભાગ-૨ ૨૭૬ - — -- — — — — — — — — — — — — — — — — — — — — – આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તે પૂર્વે સ્વભાવનું અને પરભવનું સખ્યત્વથી શું સમજવું તે જોઇ લઇએ. ધારો કેકોઇ મનુષ્ય તેના તે મનુષ્યભવમાં કોઇક પ્રકારનું સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે તો આ તેનું સમ્યકત્વ સ્વભાવનું ગણાય છે અને જો તે પૂર્વભવના સમ્યકત્વ સહિત મનુષ્ય તરીકે ઉત્પન્ન થયો હોય તો તેનું સમ્યકત્વ પરભવનું કહેવાય છે. (૧) ઉપશમ સમ્યકત્વ સ્વભવનું જ હોય છે, કેમકે-કોઇ પણ જીવ એક ગતિમાં ઉત્પન્ન કરેલાં ઓપશમિક સમ્યક્ત્વ સહિત બીજી ગતિમાં જઇ શકતો નથી. આ સંબંધી મતાન્તર છે. (૨) ક્ષાયોપશમિક સમ્યકત્વ સ્વભવનુંજ હોય કે પરભવનું જ હોય કે સ્વભનું તેમજ પરભવ-એમ બન્ને પ્રકારનું હોય, એ બાબત સિદ્વાન્તિકો અને કર્મગ્રન્થકારો વચ્ચે વિચારભિન્નતા છે. સિદ્ભાન્તિકોના મત પ્રમાણે સાત નરકોમાંની પ્રથમની છ નરકો સુધીના જીવોનું આ સમ્યકત્વ સ્વભવનું ચા પરભવનું પણ હોઇ શકે છે, જ્યારે સાતમી નરકના જીવોનું આ સમ્યક્ત્વ સ્વભવનું જ હોઇ શકે છે. (આ ઉપરથી સમજી શકાય છે કે-ક્ષાયોપથમિક સમ્યક્ત્વસહિત જીવ મરીને સાતમી નરકમાં જઇ શકે નહિ.) ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક-એ ચારે દેવગતિમાંના જીવોનું ક્ષાયોપથમિક સમ્યકત્વ સ્વભવનું તેમજ પરભવનું એમ બંને પ્રકારે સંભવી શકે છે, અને આ વાત તો મનુષ્યો અને સંજ્ઞી તિર્યંચોને પણ લાગુ પડે છે. કર્મગ્રન્થકારોની આ પરત્વે શું વિચારભિન્નતા છે, તે સમજવા તેમના મતમાંના ચાર નિયમો તરફ ધ્યાન આપવું ઉચિત છે. (૧) તિર્યંચ કે મનુષ્ય. -એ બેમાંથી કોઇ પણ ક્ષાયોપથમિક સમ્યક્ત્વ સહિત તો વૈમાનિક ગતિ સિવાય અન્યત્ર જતાંજ નથી. (૨) અસંખ્યય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો સ્વર્ગ કે નરક
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy