SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૨૭૫ ઉપરથી સાર એ નીકળે છે કે-ક્ષયોપશમમાં પ્રદેશ-ઉદય રહેલો છે, જ્યારે આ ઉદયનો પણ ઉપશમાં અભાવ છે. આ કારણને લઇને પણ ઓપશમિક સમ્યકત્વ ક્ષાયોપશમિક કરતાં ઉંચી કોટિનું ગણી શકાય છે. “ઉદય” અને ક્ષય તો આઠે કમોનો થાય છે, પરંતુ ક્ષયોપસમ' તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય-એ ચાર ઘાતિકર્મનો જ હોઇ શકે છે અને તેમાં “ઉપશમ' તો મોહનીયકર્મનો જ હોઇ શકે છે. મિથ્યાત્વમોહનીયાદિના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયથી ઉત્પન્ન થયેલા ઔપશમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક સખ્યત્વએ ત્રણના સંબંધમાં કેટલીક વિશેષતાનું અવલોકન કરવું જરૂરી છે. આ વર્તમાનHળમાં (પંચમ આરામાં) ક્યા ક્યા સખ્યત્વનો સંભવ છે ? આ વર્તમાન પંચમકાળમાં પથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક-એ ત્રણે સમ્યકત્વનો સંભવ છે, પરંતુ ઉત્પત્તિ તો પૂર્વના બેની જ છે; કેમકે-શાસ્ત્રમાં ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ તો ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના સમકાલીન મનુષ્યોને બતાવવામાં આવી છે. અત્ર એ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે-પૂર્વભવમાં પ્રાપ્ત કરેલા ક્ષાયિક સમ્યક્ત્વથી અલંકૃત દુષ્મહસૂરિ મહાત્મા આ પંચમ આરાના અંતમાં દેવગતિમાંથી ચ્યવીને આ પૃથ્વી ઉપર જન્મ લેનાર છે. એ વાતથી સિદ્ધ થાય છે કે-આ પંચમ આરામાં ક્ષાયિક સમ્યક્ત્વધારી વ્યક્તિનો સર્વથા અસંભવ નથી. ક્યું સખ્યત્ત્વ સ્વભવનુંજ, પરભવનુંજ કે ઉભય સ્વરૂપી હોઇ શકે છે?
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy