SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૨૨૭ અને વન્દનાદિ વિધિ કરીને શ્રી વજ્રબાહુએ વસ્ત્ર, અલંકર આદિ ઉતારીને એ મહાત્માની પાસે દીક્ષા ગ્રહણ કરી અને તેમની સાથે જ વસ્ત્રાલંકારાદિનો ત્યાગ કરીને ઉદયસુન્દરે અને મનોરમાએ પણ દીક્ષા ગ્રહણ કરી. સાથે જે પચીસ રાજકુમારો હતા, તેમણે પણ એ જ વખતે વસ્ત્રાલંકારાદિનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. સ. વૈરાગ્ય વિના જ બધાએ દીક્ષા લઇ લીધી ? ના; વૈરાગ્ય વિના બધાએ દીક્ષા ગ્રહણ કરી છે એવું નથી. વૈરાગ્યનો ભાવ તો એ લોકોના મનમાં હતો જ. આ નિમિત્ત મળતાં વૈરાગ્યનો એ ભાવ એકદમ ઉદ્દિપ્ત થયો એટલું જ. જૈન કુળમાં જે જન્મ્યો હોય અને જૈન કુળના સંસ્કાર જે પામ્યો હોય, તેનામાં વિરાગ ન હોય એ બને કેમ ? જૈન કુળમાં તો મા ધાવણમાં પણ વૈરાગ્યનું પાન કરાવે એમ કહેવાય. અરે, જૈન કુળમાં વૈરાગ્યના સંસ્કાર ગર્ભમાં પણ પડે એમ કહી શકાય. કેમ કે-જૈન કુળમાં ચાલતી દરેક વાતમાં મોટે ભાગે વૈરાગ્યની અસર હોય. ખાવાની વાત હોય કે પીવાની વાત હોય; રળ્યાની વાત હોય કે ખોયાની વાત હોય; ભોગોપભોગની વાત હોય કે ત્યાગ-તપની વાત હોય; જન્મની વાત હોય કે મરણની વાત હોય; જૈન કુળમાં ચાલતી પ્રાયઃ દરેક વાતમાં વૈરાગ્યનાં છાંટણાં તો હોય જ. જૈનો જે બોલે, તેમાં જે સમજદાર હોય તે તો સમજી શકે કે-વૈરાગ્યની અસર છે. આજે આ અનુભવ વિરલ બનતો જાય છે, એ કમનસીબી છે. બાકી તો પુણ્યની, પાપની, સંસારની દુ:ખમયતાની, જીવનની ક્ષણભંગુરતાની, ચીજોના નાશવન્તપણાની, આત્માની ગતિની અને મોક્ષ આદિની વાતની અસર મોટે ભાગે જૈનની દરેક વાતમાં હોય. કેમ કે-હૈયે એ હોય. સારૂં -નરસું જે કાંઇ પણ બને તે વિષે અથવા કાંઇ નવું કરવાનો અવસર આવે તે વખતે જે વાત થાય તેમાં, સાચા જૈનો
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy