SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ] ૫૩૫ ગંભીરા” સુધી ચિંતવે. પછી “નમો અરિહંતાણું' કહી, કાઉસગ પારી પ્રગટ લેગસ્સ કહે પછી એક ખમાસમણ દઈ “વિધિ કરતાં અવિધિ થઈ હોય તે “મિચ્છામિ દુક્કડ એમ કહે. ગુરૂનો વેગ ન હોય તે સ્થાપનાજી સામે આદેશ માગી “ઈચ્છ” કહીને આ ઉપર જણાવેલ વિધિ કરે. અને વસે પદોની આરાધનામાં “દરેક તપમાં કરવાને સામાન્ય વિધિ” આ વિભાગમાં જણાવેલી ૨૨ કલમેમાં કહ્યા પ્રમાણે આ પદનું ધ્યાન ઉજવળ વણે કરવું, કારણ કે શુકલ ધ્યાનથી અરિહંત પદને સફેદ વર્ણ કહ્યો છે. આ પદની આરાધના કરવાથી દેવ પાળ તીર્થકર થયા છે તેની કથા આગળ આપવામાં આવી છે. ૨. બીજા સિદ્ધપદની આરાધના કરવાને વિધિ-સિદ્ધપદના ૩૧ ગુણ હોવાથી દૂહો બોલી પ્રદક્ષિણા દઈને ૩૧ ખમા સમણ દેવા. તથા ૐ નમો સિદ્ધાણં' પદની ૨૦ - કારવાળી ગણે, સાથીયા ૩૧ કરવા. તથા સિદ્ધના ૧૫ ભેદ હવાથી ૧૫ લેગસ્સનો કાઉસગ્ગ કરો. તપોરત્નમહોદધિમાં સિદ્ધના ૩૧ ગુણ હોવાથી ૩૬ લેગસ્સનો કાઉસગ્ગ કરવાનું કહ્યું છે. આ પદનું ધ્યાન રાતા વણે કરવું. સિદ્ધપરમાત્માએ ધ્યાન રૂપી અગ્નિથી કર્મ રૂપી લાકડાંને બાળ્યાં છે. અગ્નિને વર્ણ રાતે છે. તેથી સિદ્ધનું ધ્યાન રક્ત વણે કરવાનું કહ્યું છે. આ પદની આરાધના કરવાથી હસ્તિપાળ રાજા તીર્થકર થયા છે. બાકીને વિધિ પહેલા પદની વિધિમાં જણાવ્યું છે.
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy