________________
પર૬
[ શ્રી વિજ્યપરિકૃતદેખાય છે. પણ આરાધક જીવોએ વિજ્યલક્ષમી સૂરિજીએ પૂજામાં બતાવેલા નામ ક્રમ પ્રમાણે આરાધના કરવી ઠીક લાગે છે.
વાસસ્થાનક તપનું ટૂંક વર્ણન. લકત્તર કલ્પવૃક્ષની જેવા, ભવભવ ચાહના કરવા લાયક, ત્રિપુટી શુદ્ધ શ્રી જેનેન્દ્ર શાસનમાં શ્રી તીર્થકર પદવી જેવી લોકેત્તર સ્થિતિને અને તેને અનુકૂલ બીજા પણું સાધનેને મેળવી આપવા રૂપ વિશિષ્ટ ફલ વિગેરે મુખ્ય કારણથી અને મહા પુરૂષાએ આરાધેલ હોવાથી આ તપને મહિમા વિશેષ પ્રમાણમાં જણાય છે, અનુભવાય છે. સંભવ છે કે શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થકર વ સ હોવાથી આ તપમાં પદની સંખ્યા વીસ જણાવી છે. સ્થાનિક અને પદ આ બેને અર્થ પ્રશસ્ત આલંબન થાય છે. જે પદની આરાધના ચાલતી હોય, તેમાં તેવા સ્વરૂપવાળા થવાને માટે પ્રશસ્ત આલંબનની ખાસ જરૂરીઆત છે. મંત્રાદિની સાધનામાં જેમ વિધિની જરૂરીયાત હોય છે, તેમ અહીં પણ વિધિની જરૂરીયાત બહુજ રહેલી છે. આ મુદ્દાથી હવે વીસ સ્થાનક તપને વિધિ જણાવીએ છીએ.
આસન્નસિદ્ધિક ભવ્ય જીવોને કુદરતી વિધિ તરફ લક્ષ્ય વધારે પ્રમાણમાં હોય છે. ચાલુ તપને વિધિ અહીં ટૂંકામાં આ પ્રમાણે જાણો–
સુવિહિત મહા ગુણવંત ગુરૂની સમક્ષ તેમની આશા