________________
શ્રી વિશતિસ્થાનપ્રદીપિકા ] તેમાં વિહરમાન તીર્થકરો, સામાન્ય કેવલીઓ, ગણધરો તથા શાસનને શોભાવનાર આત્માથી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂ૫ ચતુર્વિધ સંઘ એ સર્વ જંગમ તીર્થ સમજવા, તથા શ્રી સિદ્ધાચળ, શ્રી રૈવતાચલ, સંમેતશિખર, વગેરે સ્થાવર તીર્થો જાણવા. લૌકિક ૬૮ તીર્થો તજીને ઉપર કહેલા બંને પ્રકારના તીર્થની પિતાની શક્તિને અનુસાર દ્રવ્ય ભાવથી આરાધના કરવી. તેની આરાધનાથી પૂર્વે અનંતા આત્માએ જિન પદવી વિગેરે ઉત્તમ લાભ પામીને મુકિત પદને પામ્યા છે પામે છે અને પામશે, માટે ભવ્ય જીવોએ પ્રમાદને ત્યાગ કરીને વિવેક રાખીને વિધિ સહિત ચઢતા પરિણામે આ તીર્થપદની આરાધના કરી સિદ્ધિના અનંત સુખ મેળવવા જોઈએ આ પદની વિશેષ બીને આવશ્યક વૃત્તિમાં જણાવી છે.
એ પ્રમાણે સામાન્યથી વીસે પદોની ટુંકી બીના જણાવી છે. ભાવના છે કે અવસરે વિસ્તારથી જણાવવી. વીસ સ્થાનક પૂજામાં આ પદે સારી રીતે જણાવ્યા છે. તેમાંથી પિતાની શક્તિ અનુસારે ઓછામાં ઓછા એક પદથી માંડીને વધારેમાં વધારે વસે પદની વિધિ સહિત પરમ ઉલ્લાસથી આરાધના કરવી, કારણ કે આ પદેની સાત્વિક ભાવે આરાધના કરતાં શ્રી તીર્થંકર પદવી વિગેરે મહા લાભ જરૂર મળે છે. અહીં શ્રી જ્ઞાતાસૂત્ર વિશતિસ્થાનામૃત સંગ્રહ વિગેરે ગ્રંથને અનુસાર એક બીજાની સાથે સંકલના વિચારતાં પદના નામ-ક્રમમાં ફેર પણ