SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ એમ પણ થશે કે-પરસ્પરમાં વિખૂટા પડતા ઉભય સંપ્રદાયના સમજદાર જનસમૂહને એક બીજાની સમીપમાં આવવાને પ્રસંગ મળતાં પરસ્પરના વિરોધ વૈમનસ્ય આદિ દૂર થશે. આથી મારી નમ્ર વિનંતિ છે કે આપ જરૂર આ ગ્રંથ ઉપર પ્રસ્તાવના લખે.” મુનિવર શ્રીયુત છોટાલાલજી સ્વામીની આ દલીલ મને ગળે ઉતરી અને મારી પ્રસ્તુત પુસ્તકની પ્રસ્તાવના લખવા માટેની કશીયે તૈયારી ન હોવા છતાં અનિચ્છાએ પણ મેં તેમનું વચન માન્ય કર્યું. અસ્તુ. તેમ છતાં કુદરતનું નિર્માણ જ એવું હતું કે-હું પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવના લખવા માટે જે વિશાળ અવલોકન આદિ કરવું જોઈએ તે મારી તબીઅતના કારણે કરી શકો નહિ, અને જેમ જેમ અવલોકન કરવા લાગ્યો તેમ તેમ વધારે આઘે પહોંચવાની ઈચછા થઈ; એટલે મનમાં એમ થયું કે-જ્યાં સુધી આ બાબતે માટે પૂર્ણ અવલોકન ન થઈ રહે ત્યાંસુધી આ વિષયમાં અત્યારે કશું જ ન લખવું, અને જે ખાસ વિશિષ્ટ જણાતી બાબતોની ચર્ચા આ પ્રસ્તાવનામાં છોડી દેવામાં આવે તો તેવી અર્થ વગરની પ્રસ્તાવના લખવી એ કઈરીતે શોભાસ્પદ ન ગણાય. પ્રસ્તુત પુસ્તકને હું ઈચ્છું તે કરતાં અતિ સત્વર પ્રકાશમાં મૂકવાનું હોવાથી હું વાચકોને પ્રસ્તાવના પૂરી પાડી શક્યો નથી તે બદલ દરેક જિજ્ઞાસુ વાચકની ક્ષમા પ્રાર્થ છું. તેમજ મુનિવર શ્રીયુત છોટાલાલજી સ્વામીની આંતર ઈચ્છાને પૂર્ણ કરી શકી નથી તે બદલ તેઓશ્રીની સવિશેષ ક્ષમા પ્રાર્થ છું. અને હું વિશ્વાસ રાખું છું કે-જે પ્રસ્તુત પુસ્તકની બીજી આવૃત્તિ નીકળવાને સમય આવશે અને ત્યારે જે મારાથી બનશે તે વાચકોની સેવામાં જરૂર હું પ્રસ્તાવના રજુ કરીશ, એટલું ઈચ્છી વિરમું છું. ૧૯૮૯ આશ્વિન કૃષ્ણ ૭ | મુનિ પુણ્યવિજય.
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy