SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ રાખનાર શિષ્ય તેમની આજ્ઞાથી ક્યારે ય બહા૨ જતો નથી. જ્ઞાનના સાગ૨ ગુરૂ કઈ વાત, કેવી રીતે અને કયા સમયે કહેશે તેની ખબ૨ પડતી નથી માટે, ગુરૂ કુળવાસી શિષ્ય જ સમ્યજ્ઞાનને વધા૨શે અને પોતાનું ચારિત્ર દેદીપ્યમાન બનાવશે. સારાંશ કે શ્રુતજ્ઞાનની પ્રર્યાપ્ત ગુરૂ આધીન છે. આ પ્રમાણે ભાવોપક્રમને બતાવ્યા પછી અને લૌકિક ષ્ટિએ તેની વ્યાખ્યા કર્યા પછી હવે શાસ્ત્રીય ઉપક્રમ આ પ્રમાણે છે. શાસ્ત્રીય ઉપક્રમ : અવાનવવામે વિષે પળત્તે (બ્લ્યૂ. ૭૧) પ્રશસ્ત ગુરૂ ભાવોપક્રમને પ્રકારાન્ત એટલે શાસ્ત્રીય પતિએ છ પ્રકારે કહ્યો છે. તે આ પ્રમાણે આનુપૂર્વી, નામ, પ્રમાણ, વક્તવ્યતા, અર્થાધકા૨ અને સમવતાર. આ છએની શબ્દ વ્યુત્પúત્ત આદિ સ્વરૂપ આગળ કહેવાશે. તેમાં સૌથી પ્રથમ આનુપૂર્વીનું સ્વરૂપ કહે છે. से किं तं आणुपूव्वी ? दसविहा पण्णत्ता, तंजहा આનુપૂર્વી એટલે અનુક્રમે એક પછી એકની સ્થાપના ક૨વી. તેને આનુપૂર્વી કહેવાય છે. અનુક્રમ, અનુરિપાટી અને આનુપૂર્વી આ ત્રણે પર્યાયો છે.
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy