SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પપ જવાબમાં જાણવાનું કે મહાવ્રતધારી જૈન સાધુરાવાય બીજો કોઈ નથી. કેમ કે – જેઓ સમ્યકશ્રુતજ્ઞાનના માલિક હોય, તેઓ જ બીજાઓને શ્રુતજ્ઞાન દેવા માટે સમર્થ છે. જેમના જીવનમાં દુરાચાર નથી. તેઓ જ બહાચર્ય સ્વરૂપ ગ્નદાચા૨ની સૂમજણ આપવા સમર્થ છે અને જેઓ ભોગ લાલસાના ત્યાગી છે તેઓ જ બીજાઓને શુદ્ધ અને સાત્ત્વિક તપનું આચરણ કરાવી શકે છે. આ કારણે જ શ્રુતજ્ઞાનની પ્રાપ્ત ગુરૂ આધીન હોવાથી તેમની સેવા જ સર્વપ્રથમ અને સર્વશ્રેષ્ઠ ઉપાદેય ધર્મ છે. શંકા – અનુયોગ દ્વા૨નો વિચાર પ્રસ્તુત છે, અને અનુયોગ એટલે અર્થ. તેથી જે ઉપકારી હોય તેનું જ વિવેચન કરવું જોઈએ, તો ગુરૂ ભાવોપક્રમ અપ્રસ્તુત હોવાથી, તેને વચ્ચે શા માટે લાવ્યા ? જવાબમાં જાણવાનું કે, ગુરૂભાવોપક્રમ જ વ્યાખ્યાનું મુખ્ય અંગ છે. કારણ કે શાસ્ત્રનો આરંભ જ ગુરૂ આધીન હોય છે માટે કલ્યાણકામી શિષ્ય ગુરૂની આરાધના સર્વ પ્રથમ કરવી જોઈએ. તેઓ જે રીતે પ્રસન્ન થાય તેવી રીતે જ શિષ્ય ૨હેવું જોઈએ. જે શ્રુતજ્ઞાનના જ આંભલાષી હોય તો ગુરૂની મન-વચન અને કાયાની એકાગ્રતા પૂર્વક ની સેવા અને તેઓશ્રી જે રીતે પ્રસન્ન રહે તે પ્રમાણે જ શિષ્યોએ પોતાનું જીવન બનાવવું એ જ હિતકારી છે. ગુરૂના આકા૨ અને ઈંગતને જાણવાની કુશળતા
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy