SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ વિશેષાર્થ :- નામકર્મના ઉદયસ્થાન તથા તેના ઉદયભાંગાઓનું વર્ણન :નામકર્મના ઉદયસ્થાન ૧૨ હોય છે. તે આ પ્રમાણે – ૧) ૨૦ પ્રકૃતિનું ઉદયસ્થાન - નિયમા સામાન્યકેવલી જીવોને હોય છે. ૨) ૨૧ પ્રકૃતિનું ઉદયસ્થાન - એકેન્દ્રિયજીવોને-વિકલેન્દ્રિયજીવોને-પંચેન્દ્રિય તિર્યંચજીવોને, મનુષ્યોને-તીર્થંકર મનુષ્યોને-દેવતાઓને તથા નારકીના જીવોને ઘટે છે. ૬૧ ૩) ૨૪ પ્રકૃતિનું ઉદયસ્થાન :- નિયમા એકેન્દ્રિય જીવોને હોય છે. ૪) ૨૫ના ઉદયસ્થાન :- એકેન્દ્રિય પ્રાયોગ્ય-વૈક્રિયતિર્યંચ પ્રાયોગ્ય-વૈક્રિય મનુષ્ય પ્રાયોગ્ય-આહારક શરીરી પ્રાયોગ્ય-દેવપ્રાયોગ્ય અને નરક પ્રાયોગ્ય હોય છે. ૫) ૨૬ પ્રકૃતિનું ઉદયસ્થાન :- એકેન્દ્રિય પ્રાયોગ્ય-વિકલેન્દ્રિય પ્રાયોગ્યપંચેન્દ્રિયતિર્યંચ પ્રાયોગ્ય અને મનુષ્ય પ્રાયોગ્ય હોય છે. ૬) ૨૭ પ્રકૃતિનું ઉદયસ્થાન :- એકેન્દ્રિય પ્રાયોગ્ય-વૈક્રિયતિર્યંચ પ્રાયોગ્ય વૈક્રિયમનુષ્ય પ્રાયોગ્ય-આહારક શરીરી પ્રાયોગ્ય-દેવ પ્રાયોગ્ય-નરકપ્રાયોગ્યતિર્થંકર મનુષ્ય પ્રાયોગ્ય હોય છે. ૨૮ના પ્રકૃતિનું ઉદયસ્થાન :- વિકલેન્દ્રિય પ્રાયોગ્ય-સામાન્ય તિર્યંચ પ્રાયોગ્ય-સામાન્ય મનુષ્ય પ્રાયોગ્ય-વૈક્રિયતિર્યંચ પ્રાયોગ્ય-વૈક્રિય મનુષ્ય પ્રાયોગ્યઆહારક શરીરી પ્રાયોગ્ય-દેવ પ્રાયોગ્ય-નારકી પ્રાયોગ્ય ૭) ૮) ૨૯ પ્રકૃતિનું ઉદયસ્થાન :- (૧) વિકલેન્દ્રિય પ્રાયોગ્ય (૨) સામાન્ય તિર્યંચપ્રાયોગ્ય (૩) સામાન્ય મનુષ્ય પ્રાયોગ્ય (૪) વૈક્રિય તિર્યંચ પ્રાયોગ્ય (૫) વૈક્રિય મનુષ્ય પ્રાયોગ્ય (૬) આહારક શરીરી પ્રાયોગ્ય (૭) દેવ પ્રાયોગ્ય (૮) નારકી પ્રયોગ્ય (૯) તીર્થંકર પ્રાયોગ્ય હોય છે. ૯) ૩૦ પ્રકૃતિનું ઉદયસ્થાન :- (૧) વિકલેન્દ્રિય પ્રાયોગ્ય (૨) સામાન્ય તિર્યંચ પ્રાયોગ્ય (૩) સામાન્ય મનુષ્ય પ્રાયોગ્ય (૪) વૈક્રિય તિર્યંચ પ્રાયોગ્ય (૫) વૈક્રિય મનુષ્ય પ્રાયોગ્ય (૬) આહારક શરીરી પ્રાયોગ્ય (૭) દેવ પ્રાયોગ્ય (૮) તીર્થંકર પ્રાયોગ્ય હોય છે. ૧૦) ૩૧ પ્રકૃતિનું ઉદયસ્થાન :- વિકલેન્દ્રિય પ્રાયોગ્ય (૨) સામાન્ય તિર્યંચ પ્રાયોગ્ય (૩) તિર્થંકર પ્રાયોગ્ય હોય છે. ૧૧) ૯ પ્રકૃતિનું ઉદયસ્થાન ઃ- નિયમા તીર્થંકર પ્રાયોગ્ય હોય છે. ૧૨) ૮ પ્રકૃતિનું ઉદયસ્થાન :- નિયમા સામાન્ય કેવલીને હોય છે.
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy