SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનો વિકાસક્રમ ૭૩ | શબ્દાર્થ : નેvi = જેના વડે, સદ્દદરૃ = શ્રદ્ધા કરાય, તય = તે, રાઠું = ક્ષાયિકાદિ, વઘુમેગું = ઘણાં ભેદવાળું છે. ગાથાર્થ ? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, મોક્ષ અને નિર્જરા આ નવ તત્ત્વોની જેના વડે શ્રદ્ધા કરાય તે સમ્યકત્વ ક્ષાયિકાદિ ઘણા ભેદવાળું છે. ૧૫ વિવેચન : જીવાદિ નવતત્વની ટૂંકી સમજ આ પ્રમાણેજીવ ઃ (૧) જે ચૈતન્ય લક્ષણયુક્ત હોય તે જીવ, (૨) દ્રવ્ય અને ભાવ પ્રાણોને ધારણ કરે તે જીવ, (૩) જે જીવે તે જીવ, નીતિ તિ ની અજીવ : (૧) જે ચૈતન્ય રહીત તે અજીવ, (૨) જે પ્રાણોને ધારણ ન કરે તે અજીવ, (૩) જીવથી વિપરીત હોય તે અજીવ. પુણ્ય : (૧) જીવને જે કર્મના ઉદયથી અનુકૂળ સાધન મળે તે પુણ્ય, (૨) જિનપૂજા આદિ પુણ્યની ક્રિયા તે પુણ્ય, (૩) શુભકર્મનો બંધ તે પુણ્ય, (૪) શુભ અધ્યવસાય – પરિણામ તે પુણ્ય. પાપ : (૧) જીવને જે કર્મના ઉદયથી પ્રતિકૂળ સામગ્રી મળે તે પાપ, (૨) હિંસા-ચોરી આદિ પાપની ક્રિયા તે, (૩) અશુભ કર્મનો બંધ તે પાપ. (૪) અશુભ પરિણામ-અધ્યવસાય તે પાપ. આશ્રવ ઃ (૧) શુભાશુભ કર્મનું આવવું તે, (૨) શુભાશુભ કર્મ આવવામાં કારણભૂત ઈન્દ્રિય-કષાય અવતયોગ-ક્રિયાઓ તે આશ્રવ. (૩) શુભાશુભ કર્મને આવવામાં કારણભૂત હિંસાદિરૂપ જીવનો આશ્રવનો પરિણામ તે.
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy