SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ નદી પાષાણના ગોળઘોલ ન્યાયે સંસારમાં અનેક યાતનાઓને ભોગવતાં સહજ રીતે પરિણામની વિશુદ્ધિ થાય છે. તેને યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. ત્યાર પછી અપૂર્વકરણ કરે છે. (૨) અપૂર્વકરણ : પૂર્વે ક્યારેય ન આવ્યો હોય તેવો અપૂર્વ વિશુદ્ધ અધ્યવસાય તે અપૂર્વકરણ કહેવાય છે. આ અપૂર્વકરણમાં આસનભવી જીવ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, અપૂર્વ સ્થિતિબંધ કરે છે, ગ્રંથિભેદ કરે છે. ગ્રંથિભેદ અપૂર્વકરણની વિશુદ્ધિથી ગ્રંથિભેદ થાય છે. ગ્રંથિ એટલે તીવ્ર એવો રાગ-દ્વેષ રૂપ પરિણામ. આ ગ્રંથિ ચિરકાળથી ઉત્પન્ન થયેલી, કઠણ વાંસના મૂળની જેમ દુર્ભેદ્ય હોય છે. (૩) અનિવૃત્તિકરણઃ આ કરણમાં પ્રતિ (દરેક) સમયે ત્રિકાળવત જીવોના અધ્યવસાય પરસ્પર સરખા હોય, અ = નહિ, નિવૃત્તિકરણ = વિશુદ્ધિ-પરસ્પર અધ્યવસાયમાં ફેરફાર, (ન) હોય તે અનિવૃત્તિકરણ. અનિવૃત્તિકરણની વિશુદ્ધિથી જીવ અંતરકરણ કરે છે. અંતર એટલે વચમાં, કરણ-ખાલી કરવું. અંતર્મુહૂર્તની જગ્યાના દલિકોને ખાલી કરવા તે અંતરકરણ કહેવાય છે. આ ખાલી જગ્યામાં પ્રવેશ કરતાં જીવ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. સમ્યકત્વમોહનીય – સમ્યકત્વજીવાદિ તત્ત્વોની અથવા સર્વજ્ઞના વચનની યથાર્થ શ્રદ્ધા તે સમ્યકત્વ. તેમાં શ્રદ્ધામાં મુંઝવે, શ્રદ્ધામાં દોષ લગાડે, શંકા વિગેરે અતિચાર લગાડે તે. સમ્યકત્વનું વર્ણન: નીય-મનીય-પુu-પાવાડડસર્વ-સંવર-વંથ-મુક્ષ-નિઝર IT I ને સલ્ફર તયે, સામે વફા-વહુ-મે | 2 |
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy