SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ (૪) અબહુવિધ - કેટલાક પદાર્થના ગુણધર્મ તીવ્ર મંદાદિ ભેદ સમજાય, ઘણા પદાર્થો નહિ તે. - કેટલાક પુષ્પની સુગંધ ખ્યાલ આવે છે. (૫) ક્ષિપ્ર - ઈન્દ્રિય વડે ગ્રહણ કરેલ વિષય એકવાર ગ્રહણ કરવા માત્રથી શિધ્ર જાણે. (૬) અક્ષિપ્ર - વારંવાર ગ્રહણ કરવા વડે વિષયને જાણે. (૭) નિશ્રિત - ચિહ્ન દ્વારા જાણે, જેમ દૂરથી દેખેલ સુકા, છેદાયેલ ઝાડને હલતું નથી માટે માણસ નથી પરંતુ ઠાણું (ઠુંઠું) છે. (૮) અનિશ્રિત - ક્ષયોપશમની પટુતાથી નીશાની (ચિહ્ન) વિના પદાર્થનો બોધ થાય. (૯) સંદિગ્ધ - સંશયસહિત બોધ. જેમ પ્રાય, ઘણુ કરીને ૯૯% ટકા હઠ છે. પણ ૧૦૦% નહીં. આવું સંશયવાળું જ્ઞાન તે. (૧૦) અસંદિગ્ધ - સંશય વિના ૧૦૦% ઠાણું જ છે તેમ નિશ્ચય કહેવો. (૧૧) ધ્રુવગ્રાહી - એકવાર ઈન્દ્રિય વડે ગ્રહણ કરેલ પદાર્થ ફરીવાર ગ્રહણ કરવામાં આવે તો ભૂલાય નહીં. ફરી તે પદાર્થનું જ્ઞાન કરવામાં કોઈને પુછવું ન પડે. (૧૨) અધૂવગ્રાહી - એકવાર ગ્રહણ કરેલ ભૂલાઈ જાય. ફરી તે પદાર્થને જાણવામાં અન્યની સહાય લેવી પડે. જીવોમાં ક્ષયોપશમની વિચિત્રતાથી ઉપરના ભેદ પદાર્થના જ્ઞાન કરવામાં સમજવા. કાળ : આ ૨૮ ભેદનો કાળ આ પ્રમાણે : જઘન્ય કાળ ઉત્કૃષ્ટ કાળ વ્યંજનાવગ્રહ-આવલિકાનો અસં ભાગ – શ્વાસોશ્વાસ પૃથકત્વ અર્થાવગ્રહ – એક સમય - અંતર્મુહૂર્ત
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy