SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ અશુભ નામકર્મ : (૧) માયાવી-સરળતારહિત-કપટી સ્વભાવવાળો, એટલે ખોટી સાક્ષી પૂરનાર, ભેળસેળ કરનાર, વચનમાં મીઠાશ અને હૃદયમાં કડવાશ. (૨) રસગારવવાળો - પાંચ ઈન્દ્રિયના વિષય ભોગવવામાં અતિ ઉત્સાહવાળો, વિષયમય પરિણામવાળો. (૩) ઋદ્ધિગારવ - ધન મેળવવામાં મેળવીને સાચવવામાં, વ્યાજ આદિથી વૃદ્ધિ કરવામાં – તે જ વિચારોમાં સતત મન રહે તે. (૪) શાતાગારવ – ઈન્દ્રિયને અનુકૂળ વિષય મળેથી અતિ પ્રશંસા કરવાપૂર્વક વાપરનાર, ભોગવે એના કરતાં પ્રશંસા-વર્ણન કરવામાં વધારે રસવાળો-ઉત્સાહ દાખવનાર. નામકર્મની સ્થાવરાદિ તેમજ પિંડની અશુભ પ્રકૃતિઓ-ઉપઘાત આદિ પાપ પ્રકૃતિ બાંધે છે. गुणपेही मयरहिओ, अज्झयण-ज्झावणारुई निच्चं । पकुणइ जिणाइभत्तो, उच्चं नीअं इयरहा उ ॥ ६० ॥ શબ્દાર્થ પુનહી = ગુણ જોનાર, મયદ્દિમો = મદ રહિત, કન્ફયાન્સવાસ–ભણવા-ભણાવવામાં રસવાળો, પવુળ = બાંધે છે. ગાથાર્થ ઃ બીજાના ગુણોને જોનાર, નિરહંકારપણું, ભણવાભણાવવામાં રસવાળો, જિનેશ્વર ભગવંતનો ભક્ત એવો ઉચ્ચ ગોત્રકર્મને બાંધે છે. તેનાથી વિપરીત વર્તનારો નીચગોત્ર બાંધે છે. || ૬૦ || વિવેચન : ગોત્રકર્મના બંધહેતુઓ આ પ્રમાણે છે. ઉચ્ચગોત્રના આશ્રવ : (૧) ગુણપ્રેક્ષી-બીજાના નાના પણ ગુણને મોટા કરી જોનાર.
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy