SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ નોકષાયમહનીયના આશ્રવો ૧૭૫ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભના ઉદયવાળો જીવ ૧૬ કષાય અને નોકષાય મોહનીય બાંધે છે. અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિના ઉદયવાળો જીવ ૧૨ કષાયાદિ બાંધે છે, પરંતુ અનંતાનુબંધીનો ઉદય ન હોવાથી તે ન બાંધે તે પ્રમાણે પ્રત્યાખ્યાનીય ક્રોધાદિના ઉદયવાળો જીવ ૮ કષાયાદિ બાંધે છે. સંજ્વલન ક્રોધાદિના ઉદયવાળો જીવ ૪ કષાય બાંધે છે. નોકષાયમોહનીયના બંધહેતુ : હાસ્યાદિ ષટ્કમાં આસક્ત મનવાળો, હાસ્યાદિને પરાધીન થયેલો આત્મા હાસ્યાદિ નોકષાયચારિત્ર મોહનીયકર્મ બાંધે છે. વળી હાસ્યાદિ નવ નોકષાયમાં જેના જે વિશેષ હેતુ હોય તે કર્મ વધારે તીવ્ર રસવાળું હાસ્યાદિ બાંધે તે આ પ્રમાણે - (૧) હાસ્ય મોહનીય કર્મ : (૧) બીજાની ઠઠ્ઠા મશ્કરી કરવી, કામવાસનાને ઉત્તેજક હસવાના સ્વભાવવાળો (૨) બહુ વાકપટુતા કરનારો, હીન કાકલૂદીવાળા વચનો બોલનાર. એ પ્રમાણે તે તે નોકષાયાદિના ઉદય વડે તે નોકષાય મોહનીય વિશેષ બંધાય. (૨) રતિ મોહનીય કર્મ : (૧) વિવિધ દેશો જોવા અને ફરવાની ઉત્સુકતાવાળો, એક્ટરોના ચિત્રો-પિક્સરો જોવામાં શોખીન, નાટકો કરવા વડે બીજાને રતિ-આનંદ ઉત્પન્ન કરવામાં રસવાળો. (૨) વિચિત્ર કામક્રીડા કરનારો, બીજાના ચિત્તને આકર્ષિત કરનારો રતિમોહનીયકર્મ બાંધે. (૩) અરતિ મોહનીય કર્મ : (૧) ઈર્ષ્યા કરનારો, પાપ કરવાના સ્વભાવવાળો, (૨) બીજાના આનંદનો વિચ્છેદ કરવામાં રસવાળો, (૩) ખરાબ કાર્યોમાં બીજાને પ્રેરણા કરનારો અરતિમોહનીયકર્મ બાંધે છે.
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy