SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેક પ્રકૃતિનું વર્ણન ૧૪૯ તે તીર્થકર નામના રસોદયથી ચોત્રીશ અતિશય, આઠ પ્રતિહાર્ય, વાણીના પાંત્રીસ ગુણવાળા તીર્થંકર પરમાત્મા હોય છે. ત્રણ ભવ પૂર્વે તીર્થંકર નામકર્મ ઉત્કૃષ્ટ શુભભાવથી બંધાય ત્યારે સાથે સૌભાગ્ય-સુસ્વર-આદેય-યશ વિગેરે પુણ્યપ્રકૃતિ પણ તીવ્ર રસવાળી બંધાય, તેથી જ્યારથી તીર્થંકર નામ બંધાય ત્યારથી આ શુભ બંધાયેલ પ્રકૃતિના રસોદયથી તે ઉત્કૃષ્ટ પુણ્યવાળા હોય છે. અને તેથી બીજા જીવો કરતાં વિશિષ્ટ કોટિના હોવાથી - નરકના ભવમાં અથવા દેવના ભવમાં બધાને આદરણીય આદિ ગુણોવાળા હોય છે અને ચરમભવમાં જન્માભિષેક – ચાર અતિશય આદિને પામે છે. જોકે-કેટલીક જગ્યાએ તીર્થંકર નામકર્મના પ્રદેશોદયનું ફળ કહ્યું છે. પરંતુ પ્રદેશોદયનું આવું ફળ નથી. કારણ કે પ્રદેશોદય - તે રસોદય વિનાનો હોય છે. તેથી તેનું પ્રત્યક્ષ ફળ અનુભવાય નહીં. તત્ત્વ તિમ્ अंगोवंगनियमणं, निम्माणं कुणइ सुत्तहारसमं । उवघाया उवहम्मइ, सतणुवयवलंबिगाईहिं ॥ ४८ ॥ શબ્દાર્થ : સુત્તહરસમ = સુથાર જેવું, ૩વર્મા = હણાય છે, સત = પોતાના શરીરના સંવિI = પડmભી આદિ વડે. ગાથાર્થ નિર્માણ નામકર્મ સુથારની જેમ અંગોપાંગનું (નિયમન પણું) સુયોગ્ય ગોઠવણ કરે છે. ઉપઘાત નામકર્મના ઉદયથી પોતાના શરીરના જ અવયવો રસોળી-પડજીભી વગેરેથી જીવ પોતે પીડા પામે છે. મેં ૪૮ / વિવેચન : નિર્માણ નામકર્મ : શરીરમાં પોતપોતાની જાતિને અનુસાર અંગ-પ્રત્યંગ નિયત સ્થાને થાય એટલે કે જે સ્થાને જે અંગ-ઉપાંગ કે અંગોપાંગ જોઈએ ત્યાં ગોઠવણ થાય તે નિર્માણ નામકર્મ છે. '
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy