SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને, ફરીથી, કવિસમયના ઉપરોક્ત બાર પ્રકારના અર્થ સ્પષ્ટ કરવા માટે વૃત્તિમાં જ દરેકનાં સંક્ષિપ્ત દૃષ્ટાંતો આપ્યાં છે. આચાર્યશ્રીએ સૂત્રમાં દર્શાવેલા કવિશિક્ષાના ચાર પ્રકારોમાં પહેલા ત્રણ પ્રકારો કવિસમયના ત્રણ પ્રકારો છે; જ્યારે ચોથો શિક્ષાપ્રકાર અવલંબન, અનુકરણ કે હરણને લગતો છે. “વૃત્તિમાં કવિસમયરૂપ ત્રણ શિક્ષા-પ્રકારો વિશે ઠીકઠીક સ્પષ્ટતા કરવામાં આવી છે; પણ અનુકરણરૂપ ચોથા શિક્ષા-પ્રકારની ટૂંકમાં જ વાત કરી છે. તેથી, વિવેક વ્યાખ્યામાં, સૂત્રમાં વિષયક્રમ મુજબ પહેલા ત્રણ કવિસમયો અંગે પૂરક માહિતી આપવાને બદલે, દસમા સૂત્ર હેઠળની “વિવેક વ્યાખ્યામાં, પ્રથમ, ચોથા શિક્ષાપ્રકાર, છાયા વગેરેની ઢબે અવલંબનઅનુકરણનું, સાત પૃષ્ઠ(પૃ. ૧૪ થી ૨૦)માં સોદાહરણ વિવરણ કર્યું છે અને પછી, તેર પૃષ્ઠ(પૃ. ૨૧ થી ૩૩)માં કવિસમયના બધા જ પ્રકારોનાં દૃષ્ટાંતો માટે કાવ્યમય ઉદાહરણ શ્લોકો (વિવેક ઉદા. શ્લો. ૬૧ થી ૧૨૫) રજૂ કર્યા છે. અવિવેકીમાંના આ ઉદાહરણ-શ્લોકો વિશે સંક્ષિપ્ત વિવેચન કરીએ તે પહેલાં એ નોંધવું જરૂરી છે કે ઉદાહરણ શ્લોક ૧૦૭ કે જે મુરારિના અનર્ધરાઘવનાટકનો શ્લોક(૧.૫૮) છે તે અપવાદ સિવાય, ઉદા. શ્લો. ૬૧થી ૧૨૫ સુધીના બધા જ શ્લોકો, રાજશેખરકૃત કાવ્યમીમાંસાના કવિસમય વિશેના અધ્યાય ૧૪, ૧૫ અને ૧૬માંથી અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આમ, કાવ્યમીમાંસાના ચૌદમા અધ્યાયમાંથી “વિવેકના ઉદા. શ્લોકો ૬૧, ૬૨, ૬૩, ૬૪, ૬૫, ૬૯, ૭૦, ૭૧,૭૨, ૭૩, ૭૪, ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૮૫, ૮૬, ૮૭, ૮૮, ૮૯, ૯૦, ૯૪, ૯૫, ૧૧૨ અને ૧૧૩ અપનાવવામાં આવ્યા છે; જ્યારે “કાવ્યમીમાંસા'ના અધ્યાય પંદરમાંથી “વિવેક'ના ઉદા. શ્લોકો ૬૬, ૬૭, ૬૮, ૭૯, ૮૦,૮૧,૮૨,૮૩,૮૪,૯૧,૯૨,૯૩,૯૫,૯૭,૯૮, ૯૯, ૧૦૦, ૧૧૯, ૧૨૦, ૧૨૧ તથા ૧૨૨ અને અધ્યાય સોળમાંથી “વિવેક'ના ઉદા. શ્લોકો ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૧, ૧૧૪, ૧૧૫, ૧૧૬, ૧૧૭, ૧૧૮, ૧૨૩, ૧૨૪ અને ૧૨૫ ઉદ્ધત કરવામાં આવ્યા છે. “કાવ્યમીમાંસા'માં કવિસમયની વિભાવના, વિચારણા, વર્ગીકરણ અને વિવરણ, ઉપર જોયું છે તેમ, જુદી રીતે થયેલું હોઈ, વિવેકના બધા જ ઉદાહરણશ્લોકો કાવ્યમીમાંસામાંથી લેવાયેલા હોવા છતાં, વિવેકમાં ૬૧ થી ૧૨૫ સુધી સળંગ ક્રમ ધરાવતા આ શ્લોકો કાવ્યમીમાંસાના ત્રણ જુદા જુદા અધ્યાયો(૧૪, ૧૫, ૧૬)માં ઉપર પ્રમાણે વિષય મુજબ રજૂ થયેલા છેજો કે ત્યાં શ્લોકોને ક્રમ આપવામાં આવ્યો નથી. ૫૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy