________________
પણ અહીં નોંધવું જોઈએ કે, વિવિધ કવિસમો વિશેની માહિતી અપનાવી લેવાની બાબતમાં તથા આ સર્વ કવિસમયોના ભેદો-પ્રભેદો તેમજ એ સર્વ વિશેના વિવેક'માં રજૂ કરેલા બધા જ ઉદાહરણ-શ્લોકો ઉદ્ધત કરવાની બાબતમાં, શ્રી હેમચંદ્રાચાર્ય, રાજશેખરકૃત “કાવ્યમીમાંસા'ના અધ્યાય ૧૪, ૧૫ તથા ૧૬ને અનુસરે છે. જો કે રાજશેખરે કવિસમયની જે વ્યાખ્યા કરી છે તે; કવિસમયની સ્થાપના-પ્રતિષ્ઠા કરી છે તે; કવિસમયના ભૌમ, સ્વર્ગ અને પાતાલીય એવા ત્રણ મુખ્ય ભેદો કરી, પછી, ભૌમના જાતિરૂપ, દ્રવ્યરૂપ, ક્રિયારૂપ અને ગુણરૂપ ચાર પ્રકારો દર્શાવી, તે ચારેય પ્રકારોમાં પ્રત્યેકના ત્રણ-ત્રણ ભેદો-અસત્વનો ઉલ્લેખ, સનો અનુલ્લેખ તથા નિયમ ગણાવીને, ભમ કવિસમયના કુલ બાર પ્રકારો દર્શાવ્યા છે તે; તથા આ બારેય પ્રકારો પૈકી જાતિગત પ્રકારના ત્રણ ભેદો-ઉલ્લેખ, અનુલ્લેખ તથા નિયમનું દૃષ્ટાંત તથા ઉદાહરણશ્લોક સાથે પ્રથમ નિરૂપણ કરી, દ્રવ્યગત પ્રકારના ત્રણ ભેદોનું,ક્રિયાગત પ્રકારના ત્રણ ભેદોનું અને છેલ્લે ગુણગત પ્રકારના ત્રણ ભેદોનું - અધ્યાય ચૌદ તથા પંદરમાં એ જ રીતે, દૃષ્ટાંત - ઉદાહરણ સાથે જે પદ્ધતિએ નિરૂપણ કર્યું છે તેમાં જે વર્ગીકરણ-નિરૂપણ-વ્યવસ્થા અપનાવી છે તે; તથા સોળમા અધ્યાયમાં સ્વર્ગ્યુ તથા પાતાલીય કવિસમયની સ્થાપના કરી, એ બંને પ્રકારના કવિસમયનાં, થોડાંક ઉદાહરણો, રસમય શ્લોકો સાથે, રજૂ કર્યા છે તે સર્વ બાબતો, શ્રી હેમચંદ્રાચાર્યે, યથાતથ અપનાવી નથી. પણ, કવિસમય તથા અવલંબન, અનુકરણ કે હરણ, એ બંને વિષયોને, “કાવ્યાનુશાસ'ના પ્રથમ અધ્યાયના દસમા સૂત્રમાં, કવિશિક્ષાના ચાર જુદા જુદા પ્રકારો તરીકે ઘટાવ્યા બાદ, સૂત્રમાં તથા વૃત્તિમાં, રાજશેખરે ભૌમ, સ્વગૃતથા પાતાલીય એવા જે કવિસમયના ત્રણ મુખ્ય ભેદો પાડયા છે તેનો ત્યાગ કરીને, રાજશેખર અનુસાર પહેલાં જાતિરૂપ, દ્રવ્યરૂપ, ગુણરૂપ અને ક્રિયારૂપ ચાર કવિસમાયો દર્શાવી તે દરેકના ત્રણ-ત્રણ પેટાપ્રકારો તરીકે ૧. મરતોડપિ નિવંધઃ ૨. સતોડનિબંધ અને નિયમનું નિરૂપણ કરવાને બદલે, પહેલાં, સૂત્રમાં સતોગનિવંધ, પછી તોડપિ નિબંધક અને ત્યારબાદ નિયમ એમ ત્રણ કવિસમો, ત્રણ શિક્ષા-પ્રકારો તરીકે, વર્ણવ્યા છે અને પછી વૃત્તિમાં, સન્ના અનુલ્લેખના જાતિ, દ્રવ્ય, ગુણ, અને ક્રિયારૂપ ચાર પ્રકારો;
સના ઉલ્લેખના જાતિ વગેરે રૂપ ચાર પ્રકારો તથા નિયમના જાતિ વગેરે પ્રમાણે ચાર પ્રકારો નિરૂપી, ફરીથી, નિયમનું કવિસંકેત તરીકે નિરૂપણ કર્યું છે. પછી, વૃત્તિમાં, ચોથા શિક્ષા-પ્રકાર છાયા વગેરેની માફક અનુકરણનું સ્પષ્ટીકરણ
પ૩,