SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પાદ(ચરણ) વગેરેનું ઔચિત્યપૂર્વક અવલંબન કે અનુકરણ કરવું (એ શિક્ષાપ્રકાર પણ લઈ લેવો). વળી ઉપજીવનાદિ એ શબ્દમાં આવેલા ‘આદિ’ શબ્દ વડે, સમસ્યાપૂરણ વગેરે કવિશિક્ષાના પ્રકારો પણ લઈ લેવા.’ આ બધા કવિની શિક્ષાના પ્રકારો છે. સૂત્ર દસ(૧.૧૦) તથા તેની ‘વૃત્તિ’ના સંબદ્ધ અંશમાં આપેલી બાબતોના વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે શ્રી હેમચંદ્રાચાર્ય કવિશિક્ષાના વિષયને ૧. કવિસમય તથા ૨. અવલંબન, અનુકરણ કે, રાજશેખરનો શબ્દ વાપરીએ તો ‘હરણ', એ બે બાબતો પૂરતો સીમિત રાખે છે. આ બેમાંથી કવિસમયના વિષયનું ‘વૃત્તિ’માં વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. કવિસમયના ત્રણ પ્રકારોનું વિવરણ કવિસમયનાં ત્રણ પાસાં - ૧. સત્નો અનુલ્લેખ ૨. અસનો ઉલ્લેખ તથા ૩. નિયમ-નું સદષ્ટાંત સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથકાર કહે છે : ૧. (કવિસમયગત શિક્ષા પ્રકારમાં) ૧. વસ્તુમાં જાતિરૂપ ધર્મ હોવા છતાં તેનું વર્ણન ન કરવું - જેમ કે, માલતીનાં ફૂલોનું વસંતમાં વર્ણન ન કરવું; ચંદનવૃક્ષનાં ફૂલો તેમજ ફળોનું વર્ણન ન કરવું; અને અશોકવૃક્ષ અંગે ફળોનું વર્ણન ન કરવું. ૨. વસ્તુમાં દ્રવ્યરૂપ ધર્મ હોવા છતાં તેનું કાવ્યમાં વર્ણન ન કરવું જેમ કે કૃષ્ણપક્ષમાં ચાંદની હોય છે છતાં તેનું વર્ણન ન કરવું, શુક્લપક્ષમાં અંધકાર હોવા છતાં તેનું વર્ણન ન કરવું. ૩. વસ્તુમાં ગુણરૂપી ધર્મ હોવા છતાં તેનો કાવ્યમાં ઉલ્લેખ ન કરવો - જેમ કે કુંદ પુષ્પની કળીઓ તથા કામી સ્રી પુરુષોના દાંત લાલ હોય છે છતાં તે લાલ રંગનું કાવ્યમાં નિરૂપણ ન કરવું; કમળની કળીઓ ઇત્યાદિનો લીલો રંગ હોય છે છતાં તે લીલા રંગનું વર્ણન ન કરવું, પ્રિયંગુ લતાનાં પુષ્પો પીળાં હોવા છતાં તે પ્રમાણે વર્ણન ન કરવું. ૪. વસ્તુનો ક્રિયારૂપ ધર્મ હોવા છતાં તેનો ઉલ્લેખ ન કરવો.- જેમ કે, દિવસે ભૂરાં કમળો(નીલકમલ)ના ખીલવાની ક્રિયાનું વર્ણન ન કરવું; રાતને કારણે પારિજાતનાં પુષ્પો ખરી પડે છે છતાં તેનો ઉલ્લેખ ન કરવો(આ પ્રમાણે પ્રથમ શિક્ષાપ્રકારસતોઽપિ જ્ઞાતિદ્રવ્ય મુળત્તિયારે: અનિવયનમ્-ની સમજૂતી છે). ૨. હવે બીજા શિક્ષા-પ્રકાર (કે કવિસમય) -અસતોપ નાત્યારેવ નિનયનમ્’-નું વિવરણ કરે છે : ૫૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy