________________
“શબ્દાનુશાસન તથા કાવ્યાનુશાસન અર્થાત શબ્દશાસ્ત્ર તથા કાવ્યશાસ્ત્ર એ બે અનુશાસનગ્રંથો રચ્યા પછી, એ જ ગ્રંથકાર, આચાર્યશ્રી પોતે જ, કાવ્યને માટે ઉપયોગી છંદોનું શાસ્ત્ર’’ ‘છંદોનુશાસન’ નામના ગ્રંથમાં નિરૂપે છે.
આમ શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન તથા છંદોનુશાસન એ ત્રણે ગ્રંથોની શ્રેણી, એક જ ગ્રંથકાર, શ્રી હેમચંદ્રાચાર્યે રચેલી, વાણીની શુદ્ધતા, શુદ્ધ વાણીનું કાવ્યરૂપ અને કાવ્ય રચવા માટે ઉપયોગી એવું છંદઃશાસ્ર નિરૂપતી, પારસ્પરિક ગાઢ આંતરસંબંધવાળી, અનોખી, ગ્રંથશ્રેણી છે. આ અનુશાસન-શ્રેણીનો પ્રથમ ગ્રંથ ‘શબ્દાનુશાસન’ (એટલે કે ભાષાનું વિજ્ઞાન, વ્યાકરણશાસ્ત્ર) ગુજરાતના પ્રસિદ્ધ ચાલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહની વિનંતીથી આચાર્યશ્રીએ રચ્યો હતો; જ્યારે બીજાં બે અનુશાસનો - ‘કાવ્યાનુશાસન’ તથા ‘છંદોનુશાસન’ આમ પ્રજાના ૬ લાભાર્થે કે વિદ્વાનોની પ્રીતિ માટે આચાર્યશ્રીએ રચ્યાં હતાં.
કાવ્યાનુશાસનની ‘અલંકારચૂડામણિ’ વૃત્તિનું મંગલાચરણ કરતાં આચાર્યશ્રી આ જ મતલબના ઉદ્ગારો કાઢે છે :
प्रणम्य परमात्मानं निजं काव्यानुशासनम् । आचार्यहेमचन्द्रेण विद्वत्प्रीत्यै प्रतन्यते ॥
અર્થાત્ ‘પરમાત્માને પ્રણામ કરીને આચાર્ય હેમચંદ્રવિદ્વાનોના આનંદ માટે પોતાનો ‘કાવ્યાનુશાસન’ ગ્રંથ રચે છે.” ‘કાવ્યાનુશાસન' : સંક્ષિપ્ત પરિચય
એનું શીર્ષક સૂચવે છે તેમ ‘કાવ્યાનુશાસન' એ કાવ્યશાસ્ત્ર અથવા સાહિત્યશાસ્ત્રનો ગ્રંથ છે. કાવ્યનાં વિવિધ - બધાં જ પાસાં વિષેનો એ સર્વગ્રાહી માનક ગ્રંથ છે. આઠ અધ્યાયો તથા બસો આઠ સૂત્રોના વિસ્તારમાં આ ગ્રંથની અંદ૨, કાવ્યના સર્જન તથા ભાવન સાથે સંકળાયેલા તમામ વિષયોની જ નહીં પણ વિવિધ પ્રકારના નાયકો અને નાયિકાઓ(નાયક-નાયિકા ભેદો)ની તેમ જ કાવ્ય તથા નાટકની રચનાઓના વિષયો તથા સ્વરૂપો તેમ જ અન્ય પાસાંની પણ પ્રમાણભૂત ચર્ચા મળે છે. આમ ‘કાવ્યાનુશાસન’ ગ્રંથ, ભારતીય કાવ્યમીમાંસાનાં સર્વ પાસાં વિશેનો અધિકૃત તથા વિસ્તૃત ગ્રંથ છે. માટે જ સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના ક્ષેત્રમાં તથા ઇતિહાસમાં ‘કાવ્યાનુશાસન’ એ ગ્રંથ મમ્માટાચાર્યના ‘કાવ્યપ્રકાશ', ભોજરાજના ‘શૃંગારપ્રકાશ’ તથા વિશ્વનાથના ‘સાહિત્ય દર્પણ’ જેવા ગ્રંથોનો સમકક્ષ ગ્રંથ ઠરે છે. ખરું જોતાં તો, ‘કાવ્યાનુશાસન'ના રચના સમયે, ભોજરાજનો
૩