SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ છે. મીમાંસકો કહે છે કે ‘શુકલઃ’(સફેદ), ‘ચલઃ’(ચાલતી) અને ‘ડિત્યઃ’(ડિત્ય નામની) એ શબ્દો કે જે અનુક્રમે ગુણ, ક્રિયા અને દ્રવ્યના વાચક શબ્દો છે તે શબ્દોમાં રહેલી શુકલત્વ, ચલત્વ અને ડિસ્થત્વરૂપ જાતિને કારણે જ એ શબ્દો શુકલ, ચલ અને ડિત્યનો બોધ કરાવે છે. આમ જાતિ વિનાનો કોઈ જ શબ્દ હોઈ શકે નહીં. વૈયાકરણો તથા મીમાંસકો વચ્ચે ‘જાતિ’ અંગે સહમતી છે જ. પણ ગુણ, ક્રિયા અને દ્રવ્ય એ ત્રણ શબ્દો મુખ્યાર્થનો બોધ કેવી રીતે કરાવી શકે એ અંગે મતભેદ છે. વૈયાકરણો કહે છે કે મુખ્યાર્થબોધ ચતુર્વિધ છે કેમકે જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્યમાં સંકેત અંગે સ્પષ્ટ વિષય-વિભાગ છે. જેમ ‘ગોઃ’(ગાય) એ શબ્દનો સંકેત ‘ગોત્વ’ (ગાયપણું) જાતિમાં છે તેવી જ રીતે ‘શુકલઃ’(સફેદ) એ ગુણવાચક શબ્દનો સંકેત, બધા સફેદ પદાર્થોમાં રહેલા એક જ પ્રકારના શુકલત્વ(સફેદપણું)માં રહેલો છે. આ શુક્લત્વ કે સફેદપણું, જે પદાર્થોમાં એ શુકલત્વ રહેલું છે એ પદાર્થોની ભિન્નતાને કારણે, જાણે કે જુદું હોય તેવું લાગે છે. જેમ એક જ ચહેરો, અરીસો, ચમકતી તલવાર કે તેલ એ જુદીજુદી વસ્તુઓમાં પ્રતિબિંબિત થતાં, જુદો જુદો જણાય છે, તેમ ક્રિયાવાચંક શબ્દો તથા દ્રવ્યવાચક શબ્દોની બાબતમાં પણ આમ જ છે. રાંધ્માની ક્રિયા જુદીજુદી વાનગીઓ રાંધવાની બાબતમાં જુદી જુદી હોય છે. તેમ છતાં, દરેક પ્રકારની રાંધવાની ક્રિયામાં, જે ક્રિયા છે તે તો એક જ પ્રકારની છે. છેલ્લે, ‘ડિત્ય’ જેવાં સંજ્ઞાવાચક નામોને લાગોવળગે છે ત્યાં સુધી જુદી જુદી વ્યક્તિઓ કે વસ્તુઓનાં એ નામો વાચક બને છે ત્યારે એ નામો જુદાં જુદાં જણાય છે; તેમ છતાં એમનું સ્ફોટરૂપ તો બધે જ એકસરખું હોય છે. આ વૈયાકરણોનું દૃષ્ટિબિંદુ છે(જુઓ કાવ્યપ્રકાશ ૨.૮ની વૃત્તિ). પણ, ‘વિવેક’ વ્યખ્યામાં ‘જાતિરેવ’ એ શબ્દથી શરૂ થતા પરિચ્છેદમાં(પૃ. ૪૩) જાતિવાદી મીમાંસકોનું દૃષ્ટિબિંદુ જુદું છે અને તે ‘વિવેક’(પૃ. ૪૪)માં પ્રસ્તુત પરિચ્છેદની છેલ્લી લીટીમાં રજૂ થયું છે : રૂતિ શુક્રિયાયદ છાશXવાનામપિ નાતિશાખાતિવૈ: રાષ્ટ્રાર્થ: ।જેમ ‘ગો’ (ગાય) વગેરે શબ્દોમાં, ગોત્વરૂપ જાતિને કા૨ણે બધી જ ગાયોનો સમાવેશ થાય છે તેમ જ ‘શુકલ’ વગેરે (સફેદ) ગુણવાચક શબ્દોમાં, ‘પચતિ’ (રાંધે છે ) વગેરે ક્રિયાવાચક શબ્દોમાં અને ‘ડિત્ય’ વગેરે દ્રવ્યવાચક કે સંજ્ઞાવાચક કે યદચ્છાત્મક શબ્દોમાં અનુક્રમે ‘શુક્લત્વ’(સફેદપણુ), ‘પાકત્વ’(રાંધવાની ક્રિયાનો ભાવ) અને ‘ડિત્યત્વ’ એવી ૧૩૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy