________________
આ જ વાત કરી છે “ડિસ્થાબ્દિીનામનિર્વાહ્ય સંહૃત સ્વરૂપે ત્રા यदृच्छया डित्थादिपूपाधित्वेन संनिवेश्यते इति सोऽयं संज्ञारूपो यदृच्छात्मक તિ ' એટલે કે, “ડિત્ય વગેરે શબ્દોનો છેલ્લો વર્ણ સાંભળ્યા પછી સમજાતું, ક્રમ વિનાનું ‘ડિત્ય” વગેરે શબ્દોનું સ્વરૂપ. વક્તા(બોલનાર) પોતાની મરજી મુજબ ડિલ્ય વગેરે વ્યક્તિ કે વસ્તુમાં ઉપાધિ તરીકે આરોપે છે. તેથી એ સંજ્ઞારૂપ ઉપાધિ વેચ્છાત્મક છે.
મહાભાષ્યકારે “ડિત્ય નામની ચાલતી સફેદ ગાય' એ વાક્યમાં શબ્દની ચાર પ્રકારની પ્રવૃત્તિ કહી છે તે આરીતે ચતુર્વિધ ઉપાધિમાં સંકેત છે એમ માનવાથી સ્પષ્ટ થાય છે. અને શ્રી હેમચન્દ્રાચાર્યે વયાકરણોના ચતુર્વિધ ઉપાધિમાં સંકેત છે ” એ મતનો ‘વિવિક(પૃ.૪૩)માં પુરસ્કાર કર્યો છે. વિવેક'માં મીમાંસાકોના જાતિવાદની શ્રી હેમચન્દ્રાચાર્યે કરેલી સમીક્ષા
વિવેક'(પૃ. ૪૩)માં વૃત્તિના ગતિવિ એ શબ્દો લઈને ગ્રંથકારે સંકેત વિશેનો બીજો મત ચર્ચાની એરણે ચઢાવ્યો છે. '
આપણે જાણીએ છીએ કે વૈયાકરણોની જેમ જ મીમાંસકો માને છે કે, જો કે વ્યાવહારિક કાર્યો કરવાની વ્યક્તિની શક્તિને કારણે વ્યક્તિ જ પ્રવૃત્તિનિવૃત્તિને યોગ્ય છે; તેમ છતાં, વ્યક્તિમાં સંકેત માની શકાય નહીં. કેમકે વ્યક્તિમાં સંકેત માનવાથી આનન્ય, વ્યભિચાર અને વિષયવિભાગની અપ્રાપ્તિ એ ત્રણ દોષો ઉત્પન્ન થવાનો ભય રહે છે. આથી, વ્યક્તિની ઉપાધિ ધર્મ)માં જ સંકેત માનવો યોગ્ય છે. આમ જાત્યાદિવાદીઓ તથા જાતિવાદીઓ બન્ને ઉપાધિમાં જ સંકેત માને છે, વ્યક્તિમાં નહીં.એક જ ઉપાધિ બધી જ જુદી જુદી વ્યક્તિઓમાં રહેલી હોવાથી, એક જ શબ્દ, એ ઉપાધિથીયુક્ત બધી જ જુદી જુદી વ્યક્તિઓનો બોધ કરાવી શકે છે. આમ ‘નૌ: (ગાય) શબ્દ, ગોત્ર(જાતિ) એ ઉપાધિથી યુક્ત બધી જ વ્યક્તિગત ગાયોને વાચક બને છે. આથી, અહીં આનન્ય કે વ્યભિચાર દોષ થતો નથી. આટલે સુધી વૈયાકરણો તેમજ મીમાંસકોમાં સહમતી છે. પણ એ બન્ને વિચારપ્રવાહોમાં મતભેદ પણ છે. કેવળ જાતિમાં જ સંકેત છે."
બધા જ મીમાંસકો - કુમારિલભટ્ટના અનુયાયીયો તેમ જ પ્રભાકર “ગુરુ”ના અનુયાયીઓ માને છે કે શબ્દ જાતિનો જ બોધ કરાવે છે. આથી, વૈયાકરણોએ શબ્દોનું ચાર પ્રકારનું વર્ગીકરણ કર્યું છે તેને મીમાંસકો જાતિમાં જ સમાવી લે
૧૩૬