________________
છેલ્લા અર્ધચરણમાં સંદેહ, આક્ષેપ કે અર્થાન્તરવાસ અલંકાર હોય - એથી રાવણ ધર્મવીર બની શક્તો નથી; કાવ્યરસ પુષ્ટ થતો નથી. આથી, આ અલંકાર છેલ્લે સુધી લંબાવવાથી શ્લોકના મુખ્ય રસને તે બાધક થાય છે; એનું નિદર્શન આ શ્લોક(૮) પૂરું પાડે છે અને ઉપરના શ્લોક(9)નું પ્રતિ-ઉદાહરણ બની રહે છે.
આથી જ હવે પછીના અમરુશતક(૯)માંથી લીધેલા શ્લોક(ઉદા. ૯)માં શ્રી હેમચંદ્રાચાર્ય, શ્લોકમાં શરૂ કરેલા અલંકારને છેવટ સુધી ખેંચી જવામાં ન આવે - (નતિનિવદે) તો તે શ્લોકના રસને ઉપકારક થાય છે એ નિયમનું નિદર્શન રજૂ કરે છે. પામત... એ શ્લોકમાં અમર કવિ, એવી પ્રેયસીને રજૂ કરે છે જે પોતાના પિયુને બીજી સ્ત્રી સાથે પ્રેમમાં પડવા માટે, કોમળ-લલિત શૈલીમાં ઠપકો આપે છે અને એવો ઠપકો પામે તેવા પિયુને ધન્ય ગણે છે. પ્લેકાર્થ છે: “ગુસ્સાને લીધે, પોતાના સુકોમળ તથા પૂજતા બાહુપાશથી પિયુને દઢતાથી જકડી લઈને, સાંજે શયનખંડમાં લઈ જઈને, ત્યાં સખીઓની આગળ અસ્પષ્ટ મધુર વાણીથી, પિયુનું અપકૃત્ય (પરસ્ત્રીસંગ) દર્શાવીને પ્રેયસી જેને માર મારતી હોય અને સાથે સાથે પોતે રડતી હોય અને જે પિયુ) પોતાનો ગુનો (બીજી સ્ત્રી પ્રત્યેનો પ્રેમ) છુપાવવા મર્મમાં હસતો હોય તે (પિય) ધન્ય છે.”
“આ શ્લોકમાં શરૂ કરેલા રૂપક અલંકારને છેવટ સુધી લઈ જવામાં આવ્યો નથ(અનિલૂંઢ) તેથી અલંકાર રસપોષક બન્યો છે- એવું ટિપ્પણ “વૃત્તિમાં મળે છે. પ્રેયસીના બાહુલતિકાપાશ'માં રૂપક અલંકાર છે તે અધવચ ટુંકાવી નાખ્યો છે તેથી શ્લોકમાં રસ જમાવટ સરસ થઈ છે. આ અંગે ‘વૃત્તિમાં ‘નિર્વ્યૂટું ' એ શબ્દો છે તેનો મર્મ સમજાવતાં ગ્રંથકાર “વિવેક' વ્યાખ્યામાં લખે છે કે – શ્લોકમાં બાહુલતિકા પાશરૂપે જે રૂપક અલંકાર છે તેને છેલ્લે સુધી લઈ ગયા હોત તો પ્રેયસીરૂપી શિકારિણી', શયનાગારરૂપી કારાગાર', વગેરે રૂપકોની પરંપરા સર્જીત - અને, તો, રસભંગ થાત. અર્થાત્ શ્લોકનો શૃંગારરસ નષ્ટ થાત, ખીલત નહીં(વિવેક, પૃ૪૦).
આથી ઊલટું ગ્રતાક્રૂઝપટમ્ એ શ્લોક(ઉદા.૧૦)માં રસક્ષતિ થાય છે કેમ કે એમાં કવિ નયન એ રૂપક આગળ અટકતા નથી; પણ રૂપકનો વિસ્તાર કરવાના પ્રયાસમાં એમણે માત્ર પ્રિયતમાની આંખોને જ નહીં પણ તેના દેહને, પાંપણોને, સૌંદર્યને - બધાંને રૂપકમાં આવરી લીધાં છે. અને આ બધું ઔચિત્યના નિયમોને ઉવેખીને કર્યું છે એથી કાવ્યના રસને હાનિ થઈ છે. ભાસે રચેલા આ શ્લોકનો ભાવાર્થ આ પ્રમાણે છેઃ “પાંપણનાં કમાડ સારી પેઠે બંધ કર્યા
૧૨૨