________________
શ્લોક(૮) રજૂ કરે છે. અહીં સીતાને યેનકેન પ્રકારેણ પરણવા તત્પર થયેલા રાવણન, જનક રાજા સીતાને વરવા માટે અયોગ્ય જાહેર કરે છે. પ્લાનાથે આ પ્રમાણે છે :
એની (રાવણની) આજ્ઞા ઈન્દ્રના મસ્તક પરના મણિને પ્રિય(માન્ય) છે; શાસ્ત્રો એની નવીન આંખ છે; પશુપતિ શિવજી પ્રત્યે (એની) ભક્તિ: દિવ્ય લંકાનગરી એનું નિવાસસ્થાન; અને બ્રહ્માના કુળમાં એનો જન્મ -ખરે ! આવો વર મળવો જ મુશ્કેલ છે. જો એ રાવણ (જગતને પીડનાર, રડાવનાર) ન હોત તો કેવું સારું થાત ! પણ બધા ગુણો બધે ઠેકાણે ક્યાંથી હોય?”
આ શ્લોક વિશે ગ્રંથકાર વૃત્તિમાં કહે છે કે આ શ્લોક “આ રાવણ ન હોત તો કેવું સાર થાત !' (ચીજો રવિ : I) એ શબ્દો આગળ જ પૂરો થવો જોઈતો હતો. કેમકે “રાવણ એટલે રડાવનાર’ એવો બીજો અર્થ પ્રતિપાદિત કરનાર એ “રાવણ' શબ્દ જનક રાજાનો ધર્મવીર માટેના ઊંચો આદર બતાવે છે. ઐશ્વર્યા છે પાંડિત્ય. પરમશિવની ભક્તિ, પ્રતિષ્ઠિત દેશ, ઊંચા વંશ - આ બધું જગતને ત્રાસ આપનાર અધર્મી માણસને બંધબેસતું નથી થતું. તેથી બધાને પીડા કરવાનું રાવણનું કૃત્ય જ, તના, ઉપર વર્ણવેલા બધા સદગુણોનો છેદ ઉડાડે છે અને રાવણને અયોગ્ય ઠેરવે છે એ જ શ્લોકમાં પૂરેપૂરું કહેવું જોઈ હતું. પણ તુ પુનઃ' એ શ્લોકના બીજા શબ્દો (છેલ્લા ચરણમાં) આવે છે તે સંદેહ બતાવવા યોજયા હોય કે (અગાઉના અર્થનો) આક્ષેપ (ઇનકાર; વિરોધ) કરવા માટે હોય; અથવા “આવો વર નહીં મળે એ વાક્યનું સમર્થન કરવા માટે અર્થાન્તરન્યાસ અલંકારના અંગ તરીકે યોજ્યા હોય તો પણ એ શબ્દો, શ્લોકના ધર્મવીર રસને કોઈ પણ રીતે પોષક થઈ શક્તા નથી. ટૂંકમાં, કલકનાં પ્રથમ ત્રણ ચરણમાં વર્ણવેલા ગુણ રાવણને સારો વર બનાવે- જો એ “રાવણ'(જગતને રડાવનાર) ન હોય તો. રાવણ જગતનો પડક હોવાથી તિરસ્કારપાત્ર જ છે; અપાત્ર છે; દોષપાત્ર છે; “રાવણ' શબ્દ જ તિરસ્કરણીય છે. આટલું કહેવું પૂરતું છે. છતાં કવિ છેલ્લી અર્ધી લીટીમાં પણ બધા ગુણો બધે ક્યાંથી હોય ?” એ જે વિધાન કરે છે તે આ શ્લોકમાં નકામું છે, અસ્થાને છે. એ વિધાનથી કાં તો સંદેહ(બધા સારા ગુણો એક સ્થાને હોય કે ન હોય એવો સંદેહ) ઉત્પન્ન થાય; અથવા આક્ષેપ (અગાઉના વિધાનનો ઈનકાર) પેદા થાય; અથવા અનેક અવગુણ હોય તોય શું વાંધો ? એ પ્રકારનો સર્વદેશીય નિયમ દર્શાવીને રાવણ વર તરીકે ચાલી શકે એવો અર્થ પ્રકટે. આમ, છેલ્લા ચરણના આ ત્રણેય અર્થો રાવણનાધર્મવીરત્વને (અને કાવ્યના મુખ્ય રસને) પોષક બનતા નથી.
૧૨૧