________________
અભ્યાસીને એ વાત પણ સમજાય છે કે ગ્રંથકારે સૂત્ર ૧૨, ૧૩ અને ૧૪ની રચના, સૂત્ર ૧૧ની કાવ્યની વ્યાખ્યાની પૂર્તિ અર્થે કરી છે. શ્રી હેમચંદ્રાચાર્યને બરાબર ખ્યાલ છે કે વ્યાખ્યામાં આવતાં અદોષી, સગુણૌ અને અલંકા એ જુદાં જુદાં વિશેષણો, જ્યાં સુધી, કાવ્યના શરીર(શબ્દાર્થો) તથા આત્મા સાથે જીવંત રીતે જોડાયેલાં બતાવવામાં ન આવે ત્યાં સુધી કાવ્યની વ્યાખ્યા અપૂર્ણ અને અચોક્કસ જણાવાની. આથી જ, ગ્રંથકાર, વ્યાખ્યા પછી, બારમા સૂત્ર(૧. ૧૨)માં જ ગુણ અને દોષનું સ્વરૂપે વર્ણવે છે અને તે પછી, બે સૂત્રો(૧. ૧૩-૧૪)માં અલંકારનું સ્વરૂપ બતાવી, તેનો કાવ્યશરીર તથા કાવ્યના આત્મા સાથેનો સંબંધ સ્પષ્ટ કરે છે. શ્રી હેમચંદ્રાચાર્યનો ગુણ અને દોષ અંગેનો સિદ્ધાન્ત
કાવ્યગુણો તથા કાવ્યદોષો વિશેની સામાન્ય વ્યાખ્યા આપવા માટે, ગ્રંથકાર, સૂત્ર બાર(૧. ૧૨)માં કહે છે કે- રોષપર્વતૂ મુવી, ભજીયા શબ્દાર્થો: ! (૨.૨૨) અર્થાત, “રસોના ઉત્કર્ષનું કારણ તે ગુણ અને રસના અપકર્ષનું કારણ તે દોષ.(આ ગુણદોષો ખરેખર તો રસના ધર્મો છે પણ) લક્ષણા વડે એ બંને (ગુણ તથા દોષ) શબ્દ અને અર્થના ધર્મો છે એમ કહેવાય).”
આ સૂત્રનો અર્થ સ્પષ્ટ કરતાં આચાર્યશ્રી “વૃત્તિમાં કહે છે કે – “રસનું સ્વરૂપ (બીજા અધ્યાયમાં) કહેવાશે. એ રસના ઉત્કર્ષનાં ધરણો તે ગુણો, અપકર્ષનાં કારણો તે દોષો. આ ગુણ-દોષ ખરેખર તો રસના જ ધર્મો છે. પણ ઉપચાર કે લક્ષણાથી, એ રસના ઉપકારક શબ્દ તથા અર્થના એ ગુણદોષ ધર્મ છે એમ કહેવાય છે. ગુણ તથા દોષ રસનો આશ્રય લે છે એ વાત, ગુણ તથા દોષ (તર્કશાસ્ત્રનાં) અન્વય અને વ્યતિરેક એ પ્રમાણને અનુસરે છે તે પરથી સાબિત થાય છે). આમ, જ્યાં દોષો (રહે છે) ત્યાં જ ગુણો (પણ રહે છે). ખાસ રસમાં જ દોષો (જણાય છે), શબ્દાર્થમાં જણાતા નથી. જો દોષો શબ્દાર્થમાં જ ધર્મ તરીકે રહેતા હોય તો બીભત્સ રસ જેવા રસમાં અશ્લીલત્વ વગેરે દોષો ગુણ (બને જ નહીં). આ દોષો તો અનિત્ય છે; કેમકે, જે મુખ્ય રસમાં એ દોષો ધર્મ તરીકે રહે છે તે રસ ન હોય ત્યારે તે દોષ, દોષરૂપ રહેતા જ નથી. એ રસ હોય તો જ એ દોષ, દોષ તરીકે ઓળખાય છે. આ પ્રમાણે અન્વય અને વ્યતિરેક એ (બને) પ્રમાણોથી ગુણ અને દોષનો રસ જ આશ્રય છે (એ સાબિત થાય છે).”
સૂત્ર બારની(૧. ૧૨.)ની વૃત્તિમાં આપેલા આ સ્પષ્ટીકરણથી આપણને ખાતરી થાય છે કે સૂત્ર અગિયાર(૧. ૧૧)માં આપેલી કાવ્યની વ્યાખ્યામાં
૧૦૨