SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રીની વ્યાખ્યામાં, શબ્દાર્થશરીરવાદ, જેમાં ગુણ કાવ્યના હાર્દરૂપ છે તે રીતિવાદ અને દોષ તથા ગુણ કાવ્યાત્મા રસના આશ્રયે રહેલા છે એમ માનનાર ધ્વનિમતનો પણ સ્વીકાર છે. એટલે જ, આચાર્યશ્રી આ સૂત્ર પછી તરત જ, દોષ તથા ગુણ રસાશ્રયી છે તે અંગેનું વિવેચન હાથ ધરે છે. હવે પછીનાં બે સૂત્રો-સૂત્ર બાર તથા તેર(૧.૧૨-૧૩)નો ઉદેશ, કાવ્યની વ્યાખ્યા(૧.૧૧)માં રસનો નિર્દેશ નથી કર્યો તે ઊણપની પૂર્તિ કરવાનો પણ છે. કેમકે, કાવ્યના આત્મારૂપ રસનો ઉલ્લેખ કર્યા વિના, કાવ્યની વ્યાખ્યામાં “અદૌષ, “સગુણૌ' અને “સાલંકારો એ વિશેષણોનો થયેલો ઉલ્લેખ, એ, અલ્પ મહત્ત્વનાં પદોનો ઠઠારો જ બની રહે છે. બીજા શબ્દોમાં, સૈદ્ધાંતિક દૃષ્ટિએ, કાવ્યની આ પ્રકારની વ્યાખ્યા,વર્ણન બની રહે છે, કાવ્યલક્ષણ બનતી નથી. પણ, આ અગાઉ સૂત્ર ત્રણ(૧.૩)ની “વૃત્તિ'માં ગ્રંકારે ‘રસ' સિદ્ધાંતની જે પરિભાષા પ્રયોજી છે તે આપણે અત્રે યાદ રાખવી ઘટે. ત્યાં આચાર્યશ્રીએ સ્પષ્ટ કહ્યું છે કે “કાવ્યમાં શબ્દ તથા અર્થ ગૌણ હોય છે અને તેમાં રસોનું પ્રધાન્ય હોય છેઃ “શબ્દાર્થો ખાવે રસપ્રાધાન્ય વિન્નક્ષi વ્ય.'..”સૂત્ર બારમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ગુણ અને દોષનો સીધો સંબંધ “રસ સાથે છે; શબ્દાર્થ સાથે તો, એ બને, ઉપચારથી (લક્ષણાથી) સંકાળાયેલા છે. આ સૂચવે છે કે કાવ્યમાં એ જ શબ્દો તથા અર્થો ઉપયુક્ત છે જે રસને વ્યંજિત કરવા સમર્થ છે. પણ, અલંકારો તો, સૂત્ર તેરમાં કહેવાશે તેમ, શબ્દાર્થમાં જ રહે છે. જે શબ્દાર્થ કાવ્યનું “શરીર’ છે. આમ, સૂત્ર(૧. ૧૧)માં આપેલી કાવ્યની વ્યાખ્યા તથા ‘વૃત્તિ અને ‘ટીકા'માં એના પર કરેલા વિવરણનું વિશ્લેષણ કરતાં એક વસ્તુ અત્યંત સ્પષ્ટ બને છે કે, શ્રી હેમચંદ્રચાર્યે આપેલી કાવ્યની વ્યાખ્યા, કાવ્યનાં બધાં જ મહત્ત્વનાં તત્ત્વો, રસ, ગુણ, દોષરહિતતા તથા અલંકારને આવરી લે છે. “રસ'ના શબ્દોથી ભલે એ વ્યાખ્યામાં ઉલ્લેખ થયો નથી; પણ, એમાં, કાવ્યના આત્મા તરીકે રસને ગૃહીત ગણ્યો છે જ. એમ જણાય છે કે, આચાર્યશ્રીનો ઉદેશ, પોતાની આ વ્યાખ્યા સર્વગ્રાહી બનવાની સાથેસાથે સર્વગમ્ય બને એવો છે. એમણે શબ્દાર્થ તથા તેમના સગુણત્વ, અદોષત્વ તથા સાલંકારત્વનો પોતાની વ્યાખ્યામાં સમાવેશ કર્યો છે; પણ રસ જેવા અત્યંત અમૂર્ત અને સૈદ્ધાંતિક-પારિભાષિક વિષયનો એ વ્યાખ્યામાં સમાવેશ કરવાનું ટાળ્યું છે. કારણકે, દોષ, ગુણ અને અલંકાર શું છે એ સમજવું પ્રમાણમાં સરળ છે. જ્યારે કાવ્યશાસ્ત્રના નવા અભ્યાસીને માટે, રસ જેવા સૂક્ષ્મ છણાવટ માગતા તત્ત્વને, પૂરેપૂરું સમજવું, એટલું સરળ નથી. ૧૦૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy