SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રકારના આઠ ભેદો નિરૂપ્યા છે અને અર્થહરણની ચર્ચા સમાપ્ત કરી છે. પણ ‘વિવેક’માં અર્થહરણના ચારેચાર ભેદોનું નિરૂપણ પૂરું કરતાં ગ્રંથકારે જણાવ્યું છે કે-ચોત્તર વામીપાં ચતુર્ગાપિ પ્રાધાન્યમ્। અર્થાત્, ‘‘આ ચારેય પ્રકારોમાં ઉત્તમતાનો નિર્ણય ઉત્તરોત્તર થાય છે.'' એટલે કે ચોથો અને છેલ્લો ‘પરપુરપ્રવેશસદેશ’ પ્રકાર શ્રેષ્ઠ ગણાય છે, પછી ત્રીજો ‘તુલ્યદહિતુલ્ય' પ્રકાર બીજા ક્રમે આવે, તે પછી, ‘આલેખ્યપ્રખ્ય’ પ્રકાર, ત્રીજા ક્રમે આવે અને ‘પ્રતિબિંબકલ્પ’ છેલ્લું સ્થાન ધરાવે છે. છાયાનુકરણના ચાર ભેદોનું નિરૂપણ અહીં પૂરું થાય છે. અનુકરણના ગૌણ પ્રકારો : દસમા સૂત્રમાં ‘છાયાઘુપનૌવનાટ્યશ્ચ શિક્ષા:' એમ કહીને, ગ્રંથકારે, છાયાન્તિ શબ્દમાં જે આદિ (વગેરે) પદ છે તેના દ્વારા સૂચવ્યું છે કે બીજાના કાવ્યમાંથી, પદ(શબ્દ), પાદ(ચરણ), વગેરેનું, ઔચિત્ય જાળવીને, ઉપજીવન, અવલંબન કે અનુકરણ થઈ શકે છે. ‘વૃત્તિ’માં સ્પષ્ટ લખ્યું છે કે - ‘‘ આવિશાત્ પદ્દ-પાવાડીનાં ચ ાવ્યાન્તરાવ્ યૌચિત્યમુપનીવનમ્ એટલે કે ‘છાયાદિ’ માં જે ‘આદિ’ શબ્દ છે તેના દ્વારા પદ, પાદ વગેરેનું પણ બીજાં કાવ્યોમાંથી અનુકરણ કે હરણ થઈ શકે છે; પણ ઔચિત્યનો ખ્યાલ રાખીને એમ કરવું ઘટે.” આ રીતે છાયાનુકરણના ચાર મુખ્ય પ્રકારો ‘પ્રતિબિંબકલ્પ’ વગેરે ઉપરાંત, પદ-પાદાદિના અનુકરણના કેટલાક ગૌણ પ્રકારો પણ ગ્રંથકારે સ્વીકાર્યાં છે. આ બધાનું ‘વિવેક’ વ્યાખ્યામાં ઉદાહરણ સાથે વિવરણ કરવામાં આવ્યું છે. રાજશેખરનું દૃષ્ટિબિંદુ ‘કાવ્યમીમાંસા’ના અગિયારમા અધ્યાયમાં રાજશેખરે હરણ(અનુકરણ)ના ‘શબ્દહરણ’ અને ‘અર્થહરણ’ એવા બે પ્રકાર દર્શાવ્યા છે. રાજશેખરના મતે શબ્દહરણના પાંચ ભેદ છેઃ પદ-હરણ, પાદ-હરણ, અર્ધહરણ, વૃત્તહરણ, અને પ્રબંધહરણ. ‘શબ્દહરણ'ના આ બધા પ્રકારોના ઔચિત્યની પણ રાજશેખરે વિચારણા કરી છે. પદ કે શબ્દનું અનુકરણ સહજ છે એવા આચાર્યોના મતની સામે, રાજશેખરનો સ્પષ્ટ અભિપ્રાય છે કે લેવામાં આવેલો શબ્દ જો દ્વિઅર્થી કે ક્લિષ્ટ હોય તો તેનું હરણ દોષપાત્ર નથી. પણ દ્વિઅર્થી ન હોય તેવું પદ લેવું નહીં. આ સંદર્ભમાં આનંદવર્ધને ધ્વન્યાલોક(૪. ૧૫ તથા વૃત્તિ)માં સ્પષ્ટતા કરી છે કે અક્ષરો કે શબ્દોનું સામ્ય દોષપાત્ર નથી, કેમકે વાચસ્પતિ પણ તદ્દન નવા ૮૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy