SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકમાં, અવતરણ(૯)માં, રાજશેખરે આલેખેલી, છાયાનુકરણના પરપુરપ્રવેશપ્રતિમ પ્રકારની વ્યાખ્યા રજૂ થઈ છે. આ વ્યાખ્યા અનુસાર જ્યાં મૂળ વસ્તુ એકસરખી જ હોય છે, પણ રચના તદન જુદી હોય છે તેને પરપુરપ્રવેશપ્રતિમ કાવ્ય કહે છે.” ઘણા વિદ્વાનોએ પર-પુર-પ્રવેશ-પ્રતિમ કે સદશ”નો અર્થ, “બીજાના નગરમાં પ્રવેશ કરવાની માફક એવો કર્યો છે, પણ પુર' શબ્દનો નગર એવો અર્થ છે. પ્રોફેસર રામચંદ્ર બી.આઠવલેએ પુર’નો અર્થ શરીર કરવાનું સૂચવ્યું છે. તેઓ લખે છેઃ “ચોથો પ્રકાર તે પરપુરપ્રવેશસદશ. અહીં પુર' નો અર્થ શરીર એમ લેવો. જેમ શંકારાચાર્યે અમુક રાજાના ક્લેવરમાં પ્રવેશ કરીને તેનાદ્વારા શૃંગારના અવનવા અનુભવો કર્યા, છતાં તેને લેપ લાગ્યો નહીં, તેમ એક જ વસ્તુ પ્રાચીન કવિએ વર્ણવેલી હોય અને તે જ વસ્તુ લઈને નવો કવિ તેને ઉત્કૃષ્ટરૂપ આપી તેનું વર્ણન કરે, તો તે પરપુરપ્રવેશદશ કાવ્ય કહેવાય. એની અંદર અનુકરણ લગભગ હોતું જ નથી, પણ જૂના કવિને માત કરવાનો અભિપ્રાય રહેલો છે. તેને જે વર્ણન કરતાં આવડ્યું નહીં તે મેં કરી બતાવ્યું' એવી આ કાવ્યમાં આ નવા કવિની અસ્મિતા દેખાય છે.'૧૭ આ પ્રકારની સમજૂતી માટે રાજશેખરે બે શ્લોકો રજૂ કર્યા છે તે જ “વિવેક'માં ઉદા. શ્લોક ૩૮ તથા ૩૯ તરીકે સ્થાન પામ્યા છે. સ્થાતિ એ પ્રતીકવાળો શ્લોક(૩૮), મૂળ કાવ્ય, છે. એમાં, “કોઈ રાજાના શત્રુઓની સ્ત્રીઓએ, વર્ષાઋતુમાં સમુદ્રગર્જનાને ટપી જતી ગર્જનાથી યુક્ત મેઘોથી અડાબીડ ભરાયેલું આકાશ જોઈ, પ્રસ્તુત રાજાની સેનાના આક્રમણના ભયથી મુક્ત થઈને, (હવે તેમના પતિઓ યુદ્ધમાં જશે નહીં એવી ખાતરી થતાં) આનંદાશ્રુ વહેવડાવ્યાં અને આંખોને કંઈક મીંચીને, કદંબપુષ્પોની સુવાસથી સુગંધિત પવનને વારંવાર ચૂંથો” એવું વર્ણન છે. આ જ શ્લોક પરથી, મછિદ્ય પ્રિયત: એ શ્લોક (૩૯) રચાયો છે. તેમ, “જે રાજાના શત્રુઓની સ્ત્રીઓએ, યુધ્ધ ચઢવાની પ્રવૃત્તિને રોકનાર વર્ષાઋતુના મહાન સંકેતરૂપ કદંબ-કુસુમો પોતાના પ્રિય પતિઓ પાસે ચૂટાવ્યાં અને હર્ષવિભોર બની એ પુષ્પોને ચુંબનો કર્યા, હૃદય પર સ્થાપ્યાં અને છેલ્લે કાનની શોભા વધારવા કાને ખોસ્યાં” – એ રીતે સરસ કાવ્યરચના પ્રસ્તુત થઈ છે. આમ, બંને કાવ્યો(ગ્લો.૩૮-૩૯)માં, વર્ષાઋતુ, શત્રુભયથી છૂટકારો, કદંબપુષ્પો વગેરેનું વર્ણન, મૂળે સમાન હોવાથી, વિષય એક જ છે પણ પ્રથમ. શ્લોક કરતાં બીજા શ્લોકની કવિતા વધારે સુંદર તથા આસ્વાદ્ય છે. આ પરપુરપ્રવેશપ્રતિમા પ્રકારના છાયાનુકરણનો આસ્વાદ્ય નમૂનો છે. રાજશેખરે
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy