SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ગુણો કહેવાયા છે. કટક વગેરે જેવા શરીર પર અવલંબતા ધર્મોને અલંકારો જાણવા. રસરૂપી મુખ્ય અર્થને જે અવલંબિત છે તે શૌર્યાદિ જેવા ગુણો, શબ્દ અને અર્થરૂપી જે અંગો, તેના ઉપર આશ્રિત તે અલંકારો, કટક- કુંડલ જેવા માનવા જોઈએ. આનંદવર્ધનના પુરોગામી વામને કાવ્યશરીર અને કાવ્યના આત્માની વાત કહી હતી અને ગુણોને કાવ્યશોભાના કારક નિત્યધર્મી કમ્યા હતા. અલંકારોને કાવ્યની શોભા વધારનારા અનિત્યધર્મો કચ્યા હતા. આનંદવર્ધન એ જ વીગત જરા વધારે મઠારીને મૂકે છે. તે ઉપચારાત્મક ભાષાને સમજૂતી માટે ઉપકારક લેખીને ગુણોને શૌર્ય વગેરે જેવા અને અલંકારોને કટક, કુંડલ વગેરે જેવા કહે છે. જેમ શૌર્ય વગેરે ધર્મો વ્યક્તિના ખરા, પણ વાસ્તવમાં એ વ્યક્તિના આત્મા જોડે સીધી રીતે સંકળાયેલ છે. તેવી જ રીતે ગુણો વગેરે કાવ્યમાં શબ્દ અને અર્થના ખરા, પણ તેમનો સાચો અને સૂક્ષ્મ સંબંધ રસોની સાથે જ છે. મમ્મટ પણ આજ વાત સ્પષ્ટ રીતે કહે છે. બીજી બાજુ, અલંકારો જેમ વ્યક્તિને શોભા આપે એમ કાવ્યાલંકારો, કાવ્યને શોભા આપે છે. અલંકારો શબ્દ અને અર્થના ધર્મો છે. ગુણો શબ્દ અને અર્થના હોવા છતાં વધુ તો રસના ધમ છે. ગુણની સંખ્યાની બાબતમાં આનંદવર્ધન, ભામહની વધુ નજીક છે. ગુણ અને અલંકારોનો આવિર્ભાવ શબ્દ અને અર્થ ઉપર જ અવલંબે છે, છતાં બન્ને વચ્ચે સૂક્ષ્મ તફાવત એટલો જ છે કે ગુણોનો રસરૂપી આત્મા જોડે સીધો સંબંધ છે. રસની સાથે સંકળાયેલો અલંકાર બહિરંગ થતો નથી. તેઓ માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ એમ ત્રણ ગુણ સ્વીકારે છે. ‘શુભ પર્વ અધુ... ઈ. ૨/૭ માં કહ્યું છે તેમ “શૃંગાર એજ મધુર અને પરમ આનંદ આપતો રસ છે. માધુર્યગુણ શૃંગારરસમય કાવ્યને આશ્રયે રહેલો છે. બીજા રસોની અપેક્ષાએ શૃંગાર જ મધુર છે, કારણકે તે અત્યંત આનંદનો હેતુ છે. આનંદવર્ધને, માધુર્ય ગુણને ચિત્તદ્રવ સાથે સાંકળ્યો છે. “ો રસ રીસા . ઈ. ૨/૯ મુજબ “કાવ્યમાં રહેનાર રૌદ્ર ઈત્યાદિ રસ દસિદ્ધારા લક્ષિત થાય છે. તે દીતિને વ્યક્ત કરવામાં જે શબ્દ અને અર્થ કારણ હોય છે, તેનો આશ્રય લઈને જણ વ્યવસ્થિત થાય છે.” અહીં ઓજસ્ ગુણને દીપ્તિ નામના ચિત્તધર્મ જોડે સાંકળવામાં આવ્યો છે, સમત્વ વચ. ઈ.” ૨/૧૦ કહે છે કે બધા રસો તરફ કાવ્યોનો જે એક સમર્પત્વ ગુણ હોય છે, તેને જ પ્રસાદ કહે છે. તેની ક્રિયા સર્વસાધારણ હોય છે. કાવ્યમાં પ્રસાદ ગુણ હોય ત્યારે કાવ્યમાં બધા રસ પ્રવર્તિત થઈ શકે છે. તે બધા
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy