SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્વન્યાલોક કર ૧૮. આનંદવર્ધનને રસધ્વનિનાં વ્યંજક તત્ત્વ તરીકે ગુણ, અલંકાર, સંઘટના, રીતિ, વૃત્તિ અને દોષનું કરેલું નિરૂપણ ડૉ. બેયન ઝા લખે છે કે, ‘‘આનંદવર્ધન પ્રતિભા સંપન્ન વ્યક્તિ છે, કે જેમણે પ્રચંડ પ્રતિભાષી તેમના પુરોગામીઓને ઢાંકી દીધા છે. આનંદવર્ધનની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા એ સદ્નસીબનો અકસ્માત નથી. આનંદવર્ધને કાવ્યશાસ્ત્રનાં તત્ત્વો અને વિભાવનાઓનું એક (ધ્વનિ) સિદ્ધાંતમાં આશ્ચર્યજનક સંયોજન ક્યું છે, એ તેમનો મુખ્ય સદ્ગુણ છે.’’ ડૉ. વિભારાની દુખે મુજબ “ધ્વનિની પ્રતિષ્ઠામાં પૂર્વવર્તી સંપ્રદાયોની એવી ભૂમિકા છે જેવી કોઈ ભવનના નિર્માણમાં પાયાની હોય છે. ધ્વનિનો આવિર્ભાવ અકસ્માત નહોતો થયો પણ એ ક્રમિક વિકાસનું પરિણામ છે.’’ '' ર્ ડૉ. રેવાપ્રસાદ દ્વિવેદી જણાવે છે.’’ ધ્વનિકારે પૂર્વવર્તી સિદ્ધાંતોને અંગીકાર તો કર્યા, માત્ર તેની પ્રધાનતાની શ્રેણીઓમાં પરિવર્તન કરી દીધું. જે તત્ત્વોને ધ્વનિપૂર્વયુગમાં પ્રધાનસ્થાનીય માનવામાં આવતાં હતાં, તેમને તેમણે ગૌણ સ્થાનીય સિદ્ધ કર્યાં અને પ્રધાન સ્થાન પર ધ્વનિ તત્ત્વને પ્રતિષ્ઠિત કર્યું.’’ આનંદવર્ધન અભાવવાદીઓની ચર્ચા દરમ્યાન શબ્દ અને અર્થરૂપી શરીરવાળા કાવ્ય, શબ્દાલંકારો, અર્થાલંકારો, શબ્દની સંઘટના અથવા રચના ઉપર આશ્રિત શબ્દગુણો, અર્થની સંઘટના ઉપર આશ્રિત અર્થગુણો, વૃત્તિઓ, રીતિઓ વગેરેનો ઉલ્લેખ કરે છે. તેઓ બધાં તત્ત્વોની રસધ્વનિના વ્યંજક તત્ત્વો તરીકે કાવ્યમાં વ્યવસ્થા વિચારે છે. ‘ધ્વન્યાલોક’ માત્ર ધ્વનિ સિદ્ધાન્તોનો સંસ્થાપક ગ્રંથ જ નથી પરંતુ પૂર્વકાલીન વિચારધારાઓનું ધ્વનિ મતસાથે સામંજસ્ય સ્થાપન કરી સાહિત્યશાસ્ત્રના પૂર્વકાલીન સિદ્ધાંતોને તે ગ્રંય એક સૂત્રરૂપે ગૂંપે છે. ગુણનિરૂપણ : ‘“તમર્થમવલમ્બો ઈ. ધ્વ. ૨/૬ માં આનંદવર્ધન લખે છે, ‘તે રસધ્વનિ રૂપી મુખ્ય, આત્મા તરીકે રહેલા, અર્થને જે અવલંબે છે, તે 1. "Anandavardhana is a prodigy who eclipses his predecessors, by his stupendous genius-----The prestige and popularity of Anandavardhan are not the accidents of good luck. The chief merit of Anandavardhan lies in the wonderful synthesis of the categories and concepts of poetics in an organic unity." Bechan Jha - Concept of Poetic Blemishes in Sanskrit poetics' p. 8, 10 २ डॉ. विभारानी दुबे - "ध्वनि पूर्व अलङ्कारशास्त्रीय सिद्धान्त और ध्वनि । पृ. ५ રૂડૉ. રેવાપ્રસાદ્ દિવેલી - ‘“આનવર્ધન પૃ. ૮૬.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy