SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ વન્યાલોક કારિકા-૧૬ અને ૧૭ તથા વૃત્તિ .- (i) કાવ્યસંવાદના વિષયનો ઉપસંહાર કરતા આનંદવર્ધનના કહેવાનો આશય આ પ્રમાણે છે. મુખ્ય વિશાળ નિર્ણાયક તત્ત્વ એ છે કે નવા કવિની ઇચ્છા અગાઉના કવિનું અનુકરણ કરી એનું જ વસ્તુ અને એની જ શબ્દરચના લઈ લેવાની ન હોવી જોઈએ. નવા કવિમાં પ્રતિભા હોય અને અગાઉના કવિના રસમય કાવ્યનું અનુકરણ કરવાનું તે ઇચ્છતો ન હોય તો અગાઉના કવિની છાયાવાળું કાવ્ય હોય તો પણ નવીન રીતથી રસાદિ કે અન્ય ધ્વનિ પ્રભેદથી યુક્ત હોવાથી તેનું કાવ્ય આપોઆપ ચમત્કૃતિવાળું બને છે. આનંદવર્ધન કહે છે તેમ એવા કવિની રચનામાં ભગવતી સરસ્વતી પોતે જ સહાય કરે છે. | (i) કારિકા-૧૬ અને ૧૭.૪ અનુક્રમે “માલિની’ અને ‘શિખરિણી છંદની આ બન્ને કારિકાઓની મધ્યમાં વૃત્તિનું એક વાક્ય છે. કેટલાંક સંસ્કરણોમાં તે કારિકા પૂરી થયા પછી વૃત્તિના આરંભે છે. નિર્ણયસાગર સંસ્કરણમાં કા-૧૬ની વૃત્તિમાં તનુતમ ની પહેલાં આ પ્રમાણે વાક્ય છે. __“यद्यपि तदपि रम्यं काव्यशरीरं यल्लोकस्य किश्चित्स्फुरितमिदमितीयं बुद्धिरभ्युज्जिहीते રણે વારિતિતિ સહચાનાં વનતિહFચતે ” આટલો પાઠ વધારે છે. | (ii) ત્યો તિ - આ શબ્દ વૃત્તિગ્રંથની સમાપ્તિનો સૂચક છે. આચાર્ય વિશ્વેશ્વરને લાગ્યું છે કે “એથી આગળના ઉપસંહારાત્મક બને શ્લોક કારિકાગ્રંથના અંશ માનવા જોઈએ. પણ તેનો અર્થ સ્પષ્ટ હોવાથી તેના પર કોઈ વૃત્તિ લખવાની આવશ્યક્તા નથી એમ સમજીને વૃત્તિ લખવામાં આવી નથી. (પૃ. ૩૬૩).'' પણ આ સ્થળે એમ માનવાની જરૂર લાગતી નથી. પછીના બે શ્લોકો વૃત્તિના જ ભાગ તરીકે બધા મુદ્રિત ગ્રંથોમાં છે. આચાર્ય વિશ્વેશ્વરે પણ આ શ્લોકોમાં વૃત્તિ ભાગમાં જ આપ્યા છે. દીધિતિ’ ટીકામાં ‘ત્યા પછી આ પ્રમાણે વાક્ય છે. “વૃત્તિ: પ્રાન્ત પ્રમુપસંહાન્નાલાત્મ જનમને નિવMાતિ એ ઉપરથી છે એમ મંગલવાચક શબ્દ આપ્યા પછી વૃત્તિકારે જ બે શ્લોકો આશીર્વાદાત્મક આપ્યા છે અને તે કારિકામાં લેવાના નથી) એમ માનવું વધુ વ્યાજબી લાગે છે. (iv) સર્વવ્યતત્ત્વનય... ઈ. આ શ્લોકમાં ગ્રંથનો વિષય, પ્રયોજન અને અધિકારી (અનુબંધ ચતુષ્ટય પૈકી ત્રણ) ફરીવાર જણાવેલ છે. તથા ગ્રંથકારનું આનંદવર્ધન નામ પણ આ શ્લોકમાં છે. ધ્વનિનું સ્વરૂપ કહેવું એ વિષય છે, સહદય અધિકારી છે, સદયના મનને આનંદ આપવો એ પ્રયોજન છે. - તિ શ્રી -
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy