SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ. ૪/૧૫) ૪૧૩ જેમાં કાવ્યવસ્તુ જૂનું જ હોય, પરંતુ તેમાં થોડો ફેરફાર ર્યો હોય, જેથી જુદું લાગે, તેવા કાવ્યને અર્થચતુર લોકો ‘આલેખ્યપ્રખ્ય’ કહે છે. (३) विषयस्य यत्र भेदेऽप्यभेदबुद्धिनितान्तसादृश्यात् । तत्तुल्यदेहितुल्यं काव्यं बध्नन्ति सुधियोऽपि ॥ જેમાં વિષય જુદો હોવા છતાં, ખૂબ જ મળતાપણાને લીધે, બંને એક જ હોય એમ લાગે, તે કાવ્યને તુલ્યદેહિવત્ કહે છે. એવાં કાવ્યોની રચના બુદ્ધિમાન લોકો પણ કરે છે.” (iv) આનંદવર્ધનના ઉપર ઉલ્લેખેલ અનુગામી રાજશેખરના આ લોકો પણ સંવાદ'ની ચર્ચાના સંદર્ભે સરખાવવા જેવા છે. नास्त्यचौरः कविजनो नास्त्यचौरो वणिग्जनः । स नन्दति विना वाच्यं यो जानाति निगूहितुम् ॥ उत्पादकः कविः कश्चित्कश्चिच्च परिवर्तकः । आच्छादकस्तथा चान्यस्तथा संवर्गकोऽपरः ॥ शब्दार्थोक्तिषु यः पश्येदिह किञ्चन नूतनम् । उल्लिखेत् किञ्चन प्राच्यं मन्यतां स महाकविः ॥ અ-૧૧- છેલ્લા શ્લોકો. કારિકા-૧૫ અને વૃત્તિ (i) પાર્થરૂપાળાં ૨ વક્વન્તરસંશાન.. ઈ. પૂર્વેના કવિએ વાપરેલા શબ્દો જ નવો કવિ પોતાના કાવ્યમાં પ્રયોજે પણ એની રચનામાં અને એના વસ્તુમાં કાવ્ય ચમત્કૃતિ હોય તો દોષ નથી. બીજા (થા)વસ્તુ સાથે સામ્ય ધરાવતા પદાર્થરૂપ કાવ્ય વસ્તુમાં કોઈ દોષ નથી. (ii) અક્ષવિનેવ... ઈ. ભાષાના મૂળાક્ષરો અને તે પરથી બનેલા શબ્દો, એક અર્થવાળો કે અનેકાર્થક જે છે તે કંઈ નવો કવિ નવા ઊભા કરતો નથી, નવા બનાવતો નથી. અગાઉના કવિઓએ અક્ષરો અને શબ્દો વાપર્યા હોય તેજ, કવિ પોતાના કાવ્યમાં, અલબત્ત પોતાની રીતે ગોઠવીને, કાવ્ય ચમત્કૃતિ લાવે છે. વાચસ્પતિ હોય તોય ભાષામાં પહેલેથી વપરાતા આવેલા અક્ષરો, શબ્દો તેને યોજવા પડે છે. નવા સુરેલા કાવ્યવસ્તુમાં કવિ જૂની વસ્તુરચનાનો ઉપયોગ કરે તેમાં કંઈ દોષ નથી. વસ્તુરચનાનો અર્થ; શબ્દનો અર્થ એવો છે. શબ્દો વડે કવિ નવો અર્થ વ્યક્ત કરી નવું સૌંદર્ય સિદ્ધ કરતો હોય તો તેમાં દોષ નથી. “ શ્લેષ'નું પણ એવું જ છે. કોઈ નવો કવિ અગાઉના કવિઓએ પ્રયોજેલા શ્લેષમય શબ્દો પ્રયોજી નવો ચમત્કાર લાવી શકતો હોય તો તે પ્રયોજવામાં દોષ નથી.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy