SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ . . ધ્વન્યાલોક છે. ઉપદેશ પાત્ર શિષ્ય શૃંગારિક ઉપમા સાથે વસ્તુઓની અનિત્યતા પણ સ્વીકારી લઈ અંતે વૈરાગ્ય સુધી પહોંચી જાય છે. (ii) અભિનવે આ વિચારને વિશદ કરવા નીચેનો સ્વરચિત શ્લોક આપ્યો છે. त्वां चन्द्रचूडं सहसा स्पृशन्ती प्राणेश्वरं गाढवियोगतप्ता । सा चन्द्रकान्ताकृतिपुत्रिकेव संविद् विलीयापि विलीयते मे ॥ અહીં શાંતરસના વિભાવ, અનુભાવ વગેરેનું પણ શૃંગારરસની પદ્ધતિથી નિરૂપણ કરેલ છે. અહીં શૃંગારના વિરોધી શાંતરસમાં પણ શૃંગારનો પુટ લાગી જવાથી કાવ્યમાં ચમત્કાર આવ્યો છે. કારિકા-૩૧ અને વૃત્તિઃ અહીં વિરોધ-પરિહાર પ્રકરણનો ઉપસંહાર કર્યો છે. કારિકા-૩૨ અને વૃત્તિ પ્રબંધમાં કવિઓ રસાદિની ખીલવણીને જ પ્રાધાન્ય આપવું. રસાદિને ઉપકારક થાય તેવા (વાચક) શબ્દો અને (વાચ્ય) અર્થની રચના કરવી. હેમેન્દ્રની પૂર્વે આનંદવર્ધને, કાવ્યમાં ઔચિત્યના મહત્ત્વનું પ્રતિપાદિત કર્યું છે. કારિકા-૩૩ અને વૃત્તિ આખા ધ્વન્યાલોક' માં આ કારિકા પરની વૃત્તિ (આલોક) સૌથી વિસ્તૃત છે. ૩૩-૧ (i) વૃત્તયો વિધાઃ સ્થિતા | ભારતના “નાટયશાસ્ત્રમાં વર્ણવેલી કેશિકી, આરભટી વગેરે અને ભટ્ટ ઉલ્કા વગેરેએ કહેલી ઉપનાગરિકા વગેરે વૃત્તિઓ અહીં અભિપ્રેત છે. શબ્દ રચનાની દષ્ટિથી ઉપનાગરિકા વગેરે વૃત્તિઓ અને અર્થબોધને અનુકૂળ વ્યાપારની દષ્ટિએ અભિધા, લક્ષણા વગેરેને “વૃત્તિ કહેવામાં આવે છે. વૃત્તિ શબ્દ આમ ત્રણ રીતે પ્રયોજાય છે. વૃત્તિ, રસ અને કથાનનો સંબંધ અહીં સમજાવ્યો છે. વૃત્તિની યોજનાને ઈતિવૃત્તનો ભાગ છે. રસાદિ આત્મા છે. વૃત્તિઓ અને કથાનક શરીર છે. (ii) મુળનિવ્યવહારો...ને તુ નીવરાટી વ્યવહારઃ | ઈતિવૃત્ત (કથાવસ્તુ) અને રસાદિ વચ્ચે જીવ-શરીરસંબંધ કે ગુણ-ગુણી સંબંધ? જેમ રત્નોનાં કરેટ’ ઝવેરી જાણી શકે તેમ વાચ્યનું રસાદિ રૂપ– સહૃદય જ જાણી શકે વગેરે બાબતની ચર્ચા કરી વિભાવ વગેરે ભાવ અને રસાદિની પ્રતીતિ ભિન્ન છે તે બે વચ્ચે કારણ-કાર્યભાવ છે વગેરેની ચર્ચા કરવામાં આવી છે. રસાદિની અલક્ષ્યક્રમવ્યંગ્યતા પ્રતિપાદિત કરવામાં આવી છે. . (ii) તનવધારિતપ્રવMનામુ જેમ ગીતના શબ્દોમાં વાચ્યાર્થની પ્રતીતિ વગર પણ કેવળ પ્રકરણ વગેરેના સહકારથી રસાદિની અનુભૂતિ થઈ જાય છે તેવી રીતે કાવ્યમાં પણ વાચ્ય પ્રતીતિ વગર પણ પ્રકરણ વગેરેના સહકારથી રસાદિની પ્રતીતિ થઈ શકે છે. તેથી રસાદિની પ્રતીતિમાં વાચ્યપ્રતીતિનો કોઈ ઉપયોગ નથી
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy