SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ.૩/૨૭, ૨૮, ૨૯, ૩૦) શૃંગારનું મહદંશે નિરૂપણ છે. પછીના બે અંકમાં નાગને બદલે નાયક “જીમૂતવાહન’ પોતાનું, ગરુડને સમર્પણ કરે છે તેમાં શાંત રસ છે. આ બે રસોની વચ્ચે બંનેનો અવિરોધી અભુત રસનો સમાવેશ કરવામાં આવેલ છે. (ii) ર ર વીર તથાન્તિવઃ જ યુ: | એનો (દયા) વીરમાં સમાવેશ કરવો યોગ્ય નથી. ભરતમુનિએ, નાટકમાં આઠ રસ-શૃંગાર- હાસ્ય વગેરેની, વિભાવ, અનુભાવ વગેરે દર્શાવીને ચર્ચા “નાટયશાસ્ત્રમાં કરી છે. શાંત રસનો વિભાગ ગા. ઓ. સી.ની આવૃત્તિમાં છે. શાન્તોડપિ નવમો રસ | નાટયશાસ્ત્રમાં શાંત રસની વીગતનું કર્તુત્વ ભારતનું હોવા અંગેની બાબત સર્વસ્વીકૃત નથી. નાટક વગેરે રૂપકોમાં શાંતરસ હોઈ શકે ? દશરૂપકકાર ધનંજય અને તેમના ટીકાકાર ધનિક નાટકમાં શાંતરસનો અને આ રસ જે સ્થાયિભાવથી નિષ્પન્ન થાય છે તે “શમ” નામના ભાવનો નિષેધ કરે છે (દશરૂપક- ૪/૩૬) શમમાં, સ્થાયિભાવનું લક્ષણ નિર્વેદને લાગુ પડતું નથી. તેથી તે સ્થાયિભાવ નથી પણ વ્યભિચારિભાવ છે. આનંદવર્ધન નાગાનંદ' નાટકમાં શાંતરસ માને છે. કેટલાક વિદ્વાનો શાન્તરસને અલગ રસ માનતા નથી તથા ‘નાગાનન્દ ને શાંત રસપ્રધાન નાટક માનતા નથી, પણ એ નાટકનો મુખ્યરસ ‘દયાવીર (વીરરસનો એક પ્રકાર) માને છે. આનંદવર્ધને ઉપર્યુક્ત વાક્યમાં આ માન્યતાનું ખંડન કર્યું છે. કારિકા-૨૭ અને વૃત્તિ (i) મૂળુવિધ...પતિતાનપરનું યુદ્ધમાં વીરતાપૂર્વક મૃત્યુને ભેટેલા યોદ્ધાઓ દેવત્વ પામી તેમને લેવા આવેલ વિમાનોમાં બેઠા છે. તેમને ઘેરી વળેલી અપ્સરાઓ તેમના રણભૂમિ ઉપર પડી રહેલા મૃતદેહોને આંગળી ચીંધીને બતાવે છે. એ દેહોની સ્થિતિની સાથે આકાશમાં રહેલા એ વીરોની સ્થિતિને કવિ વિરોધાવે છે. | (i) મંત્ર દિ ગૃજર વિરોધી આકાશમાં ઊભેલા વીરો પરત્વે શૃંગારનું વર્ણન છે અને નીચે પડેલા દેહો પરત્વે બીભત્સનું વર્ણન છે. પણ તે વચ્ચે વીરરસની ભાવના આવે છે. વીરરસને ખીલવનાર આ વીરો, વીરતાને લીધે આ સ્થિતિએ પહોંચ્યા છે એ રીતે વિચારતાં, શૃંગાર અને બીભત્સનો વિરોધ ટળી જાય છે. કારિકા-૨૮, ૨૯, ૩૦-વૃત્તિ (1) વિરોધી તરીકે શૃંગારનું નિબંધન હોય, પણ જો તે શિખાઉ શિષ્યને ઉપદેશ આપવા માટે હોય તો તે વિરોધી નથી. (i) સત્યં મનોરમા રે...ઈ. લોચનકાર અભિનવગુપ્ત કહે છે તેમ અહીં શાંતના વિભાવ તરીકે બધી વસ્તુની અનિત્યતાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન શૃંગારની રીતે ક્યું નથી. શૃંગારિક લાગે તેવા વર્ણન દ્વારા કવિએ સામાના હૃદયમાં પ્રવેશ કર્યો છે. સ્ત્રીઓ અને રમ્ય વિભૂતિઓ જેને માટે અમે ઇચ્છીએ છીએ. તે જીવન જ અસ્થિક્ષણિક છે. અહીં ક્ષણિક્તાનો અર્થ વ્યક્ત કરવા, મદમત્ત સ્ત્રીના ચંચલ નેત્રકટાક્ષની ઉપમા પ્રયોજી છે. તે “શૃંગારના વિભાવ, અનુભાવ બની શકે
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy