SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ - વન્યાલોક વિપ્રલંભના વિરોધી ભાવોનું વર્ણન હોવા છતાં એ વાચ્યાર્થની દષ્ટિએ ગૌણ થતું હોઈ વિરોધ નથી. (ii) દ જી પતત્તિ. ઈ. અહીં હિં', અને 'જી' એ બંને વિરોધી છે. “ત' અને રિ', તથા ‘વ’ અને ‘નૌને સમવાર” એ વિરોધી વાત છે. અહીં એવું વિધાન નથી કર્યું પણ ધનિકોના વાચકોની સાથે આ પ્રકારના વ્યવહારનો માત્ર અનુવાદ કરેલ છે. વિધિ અંશમાં જો આ પ્રકારે વિરોધીઓનો સમાવેશ થયો હોત તો દોષ થાત પણ અહીં અનુવાદ અંશમાં તેનો સમાવેશ દોષકારક નથી. અહીં મુખ્ય વિધાન ધનવાનો યાચકોને રમકડાં બનાવી રમે છે –એ છે. આખા શ્લોકમાં, દયા વગરના શાહુકારના મનની સ્થિતિ વર્ણવવાની મુખ્ય વિવેક્ષા છે. તેમાં આવ-જા વગેરે વિરોધી વચનો ગૌણ છે, આથી વિરોધ દૂર થાય છે. પણ કંઈ પણ સંબંધ વગર કોઈને ‘આ’, ‘જા’ એમ બે વિરોધી વચનો આપણે કહીએ તો એ બન્નેની પ્રધાન વિવેક્ષા છે તેથી તેમાં વિરોધ આવે. (iv) ર ર રહેવુ વિધિ-અનુવાવ્યવહારો છે. અહીં વિધિ અને અનુવાદ શબ્દો મીમાંસા દર્શનના પારિભાષિક અર્થમાં નથી. અહીં તે શબ્દો અનુક્રમે મુખ્ય અને ગૌણ અર્થના બોધક છે. વિધિ શબ્દ લક્ષણાથી કેવળ પ્રધાન અર્થને અને અનુવાદ શબ્દ અપ્રધાન અર્થને સૂચિત કરે છે. આવા પ્રધાન અને ગૌણભાવ રસોમાં પણ હોઈ શકે છે. તેથી તે બન્નેના સમન્વયમાં દોષ નથી. | (y) અર્થ ન નોf. ઈ. ‘પૂર્વપરિચિત ભાવોનાં સ્મરણો પણ, આપણા તે તે ભાવમાં વધારો કરે છે. આ શ્લોક, શૃંગારના સ્મરણથી કરુણમાં વધારો થયાનું દષ્ટાન્ત છે. રણભૂમિમાં પડેલા ભૂરિશ્રવાનો હાથ જોઈને, તેની રાણીઓ આ રીતે શોક કરે છે. આ હાથ આવા આવા ભોગોનું નિમિત્ત હતો તે, આજે નથી, એમ વિરોધ (contrast) થી કરુણતા વધે છે. આમાં શૃંગાર-કરુણ વચ્ચે વિરોધ રહેતો નથી.' શ્રી ડોલરરાય માંકડ (પૃ. ૨૯૧) એ રીતે ‘ક્ષિણો દસ્તાવનમઃ'...ઈ. બ્લોકમાં અગ્નિથી ત્રસ્ત ત્રિપુયુવતીઓનો કરુણ, પ્રધાન રૂપથી વાક્યર્થ છે. પણ શિવનાં બાણોના અગ્નિની ચેષ્ટાઓના અવલોકનથી પૂર્વાનુભૂત પ્રણયક્લહના વૃત્તાન્તનું સ્મરણ, શોકનો ઉદ્દીપનવિભાવ બનીને તેને વધુ પરિપુષ્ટ કરે છે. | (vi) #ામન્ય: સતકોમતીતિ.. ઈ. અહીં શત્રુની સ્ત્રીઓની એવી ચેષ્ટ વર્ણવી છે, જેને મળતી ચેષ્ટાઓ લગ્ન વખતે પણ કરવામાં આવે છે. અહીં વિવાહની સ્મૃતિ, શત્રુ-સ્ત્રીઓના અત્યારના વિપત્તિમૂલક શોકરૂપ સ્વામિભાવનો ઉદ્દીપન વિભાવ બનીને અતિશય શોકને વ્યક્ત કરે છે. અહીં વાર્ષનુઘોતાના' માં વિવાહકાળમાં આંસુનો સંબંધ હોમાગ્નિના ધૂમથી અથવા પરિવાર અને ઘરનો ત્યાગ કરાતો હોઈ તેના દુઃખને કારણે સમજવો જોઈએ. આ શ્લોકમાં કરુણ અને શૃંગારનો વિરોધ નથી.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy